જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં તા.૨૫ થી ૨૭ ફેબ્રુઆરીના રોજ આયુષ મેળો–૨૦૨૬ નું આયોજન

હિન્દ ન્યુઝ, 

    યોગ શરીર અને મન બંને માટે લાભદાયક છે. તે આપણા સમગ્ર સ્વાસ્થ્યને બેલેન્સ કરે છે. જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદ કોલેજમાં તા.૨૫ થી ૨૭ ફેબ્રુઆરીના રોજ આયુષ મેળો–૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ યોગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ આયુર્વેદ કોલેજના અંદાજે ૩૫ આયુર્વેદના વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે હાજર રહ્યા.

આ તકે શલ્ય તંત્ર, વિભાગ અધ્યક્ષ, ડૉ. અનિતા કટારીયા એ જણાવ્યુ હતુ કે સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં આયુર્વેદ અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવું અને સ્વસ્થ જીવનશૈલી પ્રોત્સાહિત કરવાનો છે.

સ્પર્ધકો યોગને પોતાના જીવનમાં ઉતારે અને શરીર અને મનના સ્વાસ્થ્યને ધ્યાને રાખી સમાજ, કુટુંબ અને આ દેશ માટે યોગને પોતાનું યોગદાન આપે એવી જ અપેક્ષા સાથે આ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉમંગ સાથે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીના આસનોનું આયોજન કરવામાં આવેલું છે કે જે ફરજીયાત છે આગળ ઝૂકવું, અને પાછળ ઝૂકવું, શરીરને બેન્ડ કરવું, જ્યારે બે આસનો પસંદગીના હાથ અથવા પગ પર બેલેન્સ જાળવવું. સ્પર્ધકો માત્ર શરીરથી જ પોતાના જીવનને કેળવી શકે એવું નથી શરીરના અંગોને વાળી અને સાથે સાથે મનને પણ પોતાની રીતે કેળવે અને એક ડોક્ટર તરીકે અને એક વૈદ તરીકે યોગને પણ ધ્યાને રાખે. આ યોગ સ્પર્ધા વિદ્યાર્થીઓમાં શારીરિક અને માનસિક શાંતિ વિકસાવવા ઉપરાંત આયુર્વેદ અને આયુષ પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ રહી. યોગ માત્ર કસરત નથી, તે શરીરને મજબૂત, મનને શાંત અને જીવનને સ્વસ્થ બનાવવાનો સંપૂર્ણ ઉપાય છે.

Related posts

Leave a Comment