હિન્દ ન્યુઝ, જામનગર
શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર જામનગર ના નગરસીમ વિસ્તારમાં દડીયા ગામ પાસે આવેલ છે. આ મંદિર ૧૯૬૪ માં અહીં કુવામાં થી હનુમાનજી મહારાજ પથ્થર સ્વરૂપ ચળકાટ મારતાં દેખાયાં હતાં અને વાડી માલિક ચંદુભાઈ કટારમલ દ્વારા હનુમાનજી ને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ગાડા માર્ગ સીંગલ પટ્ટી રસ્તો હતો. ૬૦ વર્ષ પહેલાં આ મંદિર બંધાવ્યું હતું જે આજે પણ લોકો ની આસ્થા નું કેન્દ્ર છે.
અહીં મુખ્ય રસ્તા પર બિલ્ડિંગો બાધતા બિલ્ડરો ને આ ધર્મ સ્થાન કણા ની જેમ ખુચતુ હોય જેથી મંદિર ના સેવકો પુજારીઓ ને વર્ષોથી ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય, અહીં બે તપસ્વી સાધુ સંતો ની સમાધી છે અને આ સ્થળમાં અનેરું ચૈતન્ય છે. આ હનુમાનજી ને ચૈતન્ય હનુમાનજી દાદા તરીકે ઓળખે છે. અહીં ના મહારાજ શ્રી છેલ્લા ૭ વર્ષ થી સેવા પુજા કરે છે. દર શનિવારે તેમજ મંગળવાર રાત્રે ભજન કીર્તન, પુનમે સત્ય નારાયણ ભગવાન ની કથા, દર હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધ્વજારોહણ, મહા આરતી, મહાપ્રસાદ, સંતવાણી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે.
આ હિન્દુ ધર્મ સંસ્કૃતિ ના આસ્થા ના કેન્દ્ર ને અહીં થી ખસેડવામાં જે કોઈ પણ વિચાર ધરાવી રહ્યા છે તેઓ ની મેલી વિદ્યા અહીં આસ્થા સ્થાન પર આજમાવી રહ્યા છે જે અમે અહીં સફળ થવા દઈશું નહી, એવી હિન્દુ સંગઠનો ની માંગ ઉઠવા પામી છે.