ફરીથી એક રિક્ષા ચાલકની ઈમાનદારી નો કિસ્સો સન્માન ને લાયક સામે આવ્યો

હિન્દ ન્યૂઝ, સુરત

સુરત શહેર સીટી વિસ્તાર વેડ રોડ આસપાસ આજરોજ સવારે ૦૭ વાગ્યા ના અરસામાં સુરત નાં ઍક પ્રખ્યાત સમાજ સેવક અને રિક્ષાચાલક મુન્નાભાઈ ભાટા ઉર્ફે (મોહંમદ હુશેન શેખ) ની રિક્ષામાં મુંબઈનાં રહેવાસી એન.એચ.રાઠોડ ના એક બહેન સુરત નાં વેડ રોડ રૂટ ઉપર એમનું લેડીસ પર્સ રીક્ષા માં ભુલી ગયા હતા. જેમા રોકડ રૂપિયા તથા સોના ની કિંમતી ચેઇન હતી. જે રિક્ષાચાલક મુન્નાભાઈ ને પાછળ ની સીટ ઉપર થી મળતા તરત જ અસલ માલિક ને શોધી ને તેમની વસ્તુ સહી સલામત એ બહેન નાં રીસ્તેદાર મનોજભાઈ ને પરત કરી એક ઇમાનદાર રિક્ષા ડ્રાઈવર નુ નામ રોશન કર્યુ હતુ. હમણા થોડા દિવસ પહેલા જ કીમ મોટી નરોલી નાં એક રિક્ષા ચાલક ઇમરાન ભાઈ ચક્કીવાલા એ પણ ઍક પેસન્જર નું લેપટોપ પરત કર્યુ હતુ. આવુ ઘણી વખત બનતુ હોય છે. જે રિક્ષાચાલક પેસેન્જરો ને શોધી ને કિંમતી સામાન પરત આપતા હોય છે. કીમ ચાર રસ્તા ના ઐયુબ ભાઈ પઠાણ (રિક્ષા યુનિયન પ્રમુખ) એમને હ્રદય થી આભાર વ્યક્ત કરેલ. અને જણાવ્યું કે આમજ સેવા કરીશું તો સમાજ માં એક ગરીબ રિક્ષાચાલકો ની છબિ સારી રીતે લોકો નાં મન માં બેસી શકે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કીમ

Related posts

Leave a Comment