સુશાસનના દિનના ચોથા દિવસે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માર્કેટયાર્ડ ખેડબ્રહ્મા ખાતે મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્રો, હુકમો તથા રાજ્ય-જિલ્લાકક્ષાના પ્રગતિશીલ ખેડૂતોને ટ્રોફી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા રૂ. ૨૫ લાખની સહાય

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા

              રાજય સરકાર દ્વારા તા. ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન રાજયના ૩૩ જિલ્લાઓમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડબ્રહ્મા માર્કેટયાર્ડ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ લોકસભાના સાસંદ દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન ખેતીવાડી બાગાયત, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તારની વાડ સહાય મળીને અંદાજે રૂ. ૨૫ લાખની સહાય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકસભાના સાસંદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી પગલા લીધા છે અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કૃષિ રથ દ્વારા ખેડૂતોના વિકાસની પહેલ કરી હતી. અને આજે પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધિત ખેતી ખેડૂતો કરશે તો તેમની આવક ચોક્કસ બમણી થશે. ખેડૂતોની દિવસે વીજળી અને ગામડા થ્રી ફેઝ ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ કરાવી છે. છેવાડાના માનવીના કલ્યાણ માટે અનેકવિધ કદમો ઉઠાવ્યાં છે. શિક્ષણ, આરોગ્ય, ટેકનોલોજી ભૌતિક સુવિધા કરી વિકાસને વેગ આપ્યો છે. કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં પણ મફત વેકસિન કરીને લોકોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત બન્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કિસાનો મહેનત કરશે તો સફળતા મળશે.

              આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે, આ સરકાર સાચા અર્થમાં સુશાસન ચલાવી રહી છે. નરેન્દ્રભાઈના સબળ નેતૃત્વમાં આપણે વિકાસ સાથે વિશ્વભરમાં ભારતની ખ્યાતિ પ્રસ્થાપિત કરી છે. પહેલા ખેડૂતો આકાશી ખેતી કરતા આજે અદ્યતન ટેકનોલોજી સાથે ટપક સિંચાઇ, ગ્રીન હાઉસ થકી મૂલ્યવર્ધિત ખેતી કરી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં કોઇપણ જાતના ભેદભાવ વગર દર ચાર મહિને ૨૦૦૦ રૂ. જમા થાય છે. પાક વિમો, કિસાન સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓ અમલી કરાઈ છે પ્રાકૃતિક ખેતી પૂર્વપટ્ટી માટે સફળ રહી છે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને આગળ ધપાવી સૌનો વિશ્વાસ જીતીને દેશની પ્રગતિમાં સૌ ભાગીદાર બનીએ. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ દ્વારા રૂ. એક લાખ, ખેતીવાડી વિભાગ દ્વારા ત્રણ લાખ, પશુપાલન વિભાગ દ્વારા છ લાખ ૭૫ હજાર, બાગાયતી વિભાગ દ્વારા ત્રણ લાખ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તારની વાડ સહાય માટે રૂ. ૧૨ લાખ ૧૮ હજારની સહાય મળી કુલ ૨૫ લાખની સહાય તેમજ મોટર સંચાલિત પંપ, પાક સંગ્રહ યોજના, ગોડાઉન માટે સહાય ,બકરા પાલન, છત્રી કીટ વિતરણ કરાયા હતા. અને રાજ્ય તથા જિલ્લા કક્ષાએ પ્રગતિશીલ ખેડૂતોને ટ્રોફી તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. કૃષિ વિભાગ દ્વારા ફિલ્મ નિદર્શન અને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન જશુભાઈ પટેલ, સાબરડેરીના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ, ખેત ઉત્પાદન અને સિંચાઈના ચેરમેન હિતેન્દ્રભાઈ ચૌહાણ, તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના અગ્રણીઓ, જિલ્લા કલેકટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહ, જિલ્લા ખેતીવાડી અધિકારી વી.કે.પટેલ નાયબ બાગાયત નિયામક ડી.એમ.પટેલ, ગ્રામ સેવકો ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારીઓ અને ખેડૂતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંચાલન પી.બી ખિસ્તરીયા એ કર્યું હતું

Related posts

Leave a Comment