સુઇગામ તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ તરીકે કલીબેન ઠાકોર ની નિમણૂક

હિન્દ ન્યૂઝ, ભાભર

                                                         પાલનપુર ખાતે કોંગ્રેસ પક્ષના તમામ મહિલા સભ્યો દ્વારા બેઠક યોજાઈ હતી. જેમાં સરહદી વિસ્તાર એવા અને પછાત ગણાતા એવા સુઇગામ તાલુકા માં ઠાકોર સમાજના અને તમામ કોમના નાના મોટા ગરીબોને અને વિધવા માતાઓ તથા બહેનો ને વર્ષોથી સાથ અને સહકાર આપતાં કલીબેન ઠાકોર ની સારી કામગીરી કરવા બદલ સુઇગામ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં ભાભર વાવ અને સુઇગામ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા કોંગ્રેસ જીલ્લા મહિલા પ્રમુખ બબીબેન ચૌધરી અને તમામ મહિલા બહેનો એ કલીબેન ઠાકોર ને શુભેચ્છા પાઠવી હતી. જેમાં સુઇગામ તાલુકાના કોંગ્રેસ પક્ષના તમામ મહિલા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment