રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત અમલવારી માટે આજથી દંડનીય કાર્યવાહી શરૂ કરવાના પોલીસ કમિશનરે આપ્યો આદેશ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ સમગ્ર દેશમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં પૂરી છુટછાટ આપી દેવામાં આવી છે. રાજકોટ શહેરમાં છૂટછાટને બદલે શહેરમાં વધુ ટ્રાફિક ન થાય અને સરકારના નિયમોનું પાલન થાય તેમજ કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમોનું ચુસ્ત અમલવારી માટે આજથી દંડનીય કાર્યવાહી શરૂ કરવાના પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે. ચાર રસ્તા ઉપર લેન ડ્રાઇવિંગ પ્રક્રિયા શરૂ કરાશે. સિગ્નલ બંધ હોય ત્યારે વાહનો વચ્ચે પણ અંતર રાખવું પડશે. હાલ લોકોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને ડિટેઇન થયેલા વાહનો અગાઉનો દંડ વસુલવામાં નહીં આવે. વાહનચાલકો પાસેથી બાંહેધરી પત્રક ભરાવાશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment