રાજકોટ શહેરના કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સીમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧.૬.૨૦૨૦ ના રોજ કોરોનાનો કહેર રાજકોટમાં યથાવત છે. રાજકોટ શહેરમાં આજે ફરી એક કેસ સામે આવ્યો છે. રાજકોટમાં સમરસ ક્વોરન્ટીન ફેસિલિટીમાંથી લેવાયેલ સેમ્પલમાંથી એક કેસ પોઝિટિવ નોંધાયો છે. રાજકોટના કાલાવડ રોડ પર કેવલમ રેસીડેન્સી રહેતી ૨૧ વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી હતી. એ સિવાય પણ આજે ગ્રામ્યમાં એક કેસ નોંધાયો છે. જસદણના વીરનગર ગામમાં રહેતા ૫૦ વર્ષના મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં ૮૪ અને ગ્રામ્યમાં ૩૩ મળી કુલ સંખ્યા ૧૧૭ થઇ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment