મોડાસા ખાતે સ્કૂલ બેગની આડમાં વિદેશી દારૂ સાથે આરોપીને જડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ

હિન્દ ન્યૂઝ, મોડાસા

પોલીસ મહાનિરિશ્રક ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક અરવલ્લી (મોડાસા) તથા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામાંથી વિદેશી દારૂની બદી નેસ્ત્ત નાબૂદ કરવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટર સી.પી.વાઘેલા તથા ઇસ્કોડના પોલીસ સ્ટાફના માણસો ઇદે-એ- મિલાદ તહેવાર નિમિત્તે મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા, દરમિયાન બાતમી હકીકત મળેલ કે મોડાસા દુગરવાડા ચોકડી ખાતે રાજસ્થાન રાજ્યનો એક ઈસમ બે સ્કૂલ બેગ થેલામા ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ પસાર થનાર છે. તેવી બાતમી હકીકત આધારે સદરી ઈસમ આવતા તેને પકડી થેલાઓમા ચેક કરતા પરપ્રાંતીય ઇંગલિશ દારૂની જુદી જુદી બ્રાન્ડ ની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શિલ્બંધ કુલ બોટલ નંગ -૩૦ કુલ.કિ.રૂ.૨૬,૦૦૦/- તથા અંગજડતી માં મળેલ મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ.કિ.રૂ.૩૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને જડપી પાડી પકડેલ ઈસમને કોરોના ટેસ્ટ કરાવવા આગળની કાર્યવાહી કરી પ્રોહિબિશનનો કેશ શોધી કાઢવામાં ટાઉન પોલીસ ને મળેલ સફડતાં છે. આરોપીનો લાલચંદ S/O કન્યાલા થાવરાજી અસારી રહે – ભોમતાવાડા તા – ખેરવાડા જિલ્લો – ઉદેપુર (રાજસ્થાન) વાળા ને ઝડપી પડ્યો.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment