હિન્દ ન્યૂઝ, રાજકોટ,
તા.૩૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના ગોંડલ રોડ નજીક દોશી હોસ્પિટલ પાસે ધવલ છગનભાઈ ટોયટા અને તેનો મિત્ર કલ્પેશ નાઈટ ડ્યુટીમાં કામે જતાં હતા. ત્યારે કલ્યાણનગરમાં રહેતા રવિ પ્રવિણ સોલંકી નામના શખ્સે ધવલ ટોયટાએ હાથમાં પહેરેલું કડુ માંગ્યું હતું. ધવલે કડુ આપવાનો ઈન્કાર કરતાં રવિ સોલંકીએ છરીના ૬ થી ૮ ઘા મારી હત્યા કરી હતી. આ હત્યાના ગુનાનો કેસ સુનાવણી ઉપર આવતાં કોર્ટે હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ