જેતપુરમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી વાહનો ની હેરફેર કરતો ગુન્હાસર એક શખ્સ એસ.ઓ.જી. પોલીસ ના હાથમાં

હિન્દ ન્યૂઝ, જેતપુર

પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરમાં એવા અસંખ્ય સનેડો વાહન ફરી રહ્યા છે. જેમાં કેટલાક શખ્સોએ તો મૃતક વ્યક્તિઓના ડોક્યુમેન્ટ પર તેમજ કોઈને અપાવી દેવાના બહાના હેઠળ ડોક્યુમેન્ટ મેળવી તેમના નામે લોન પર એક્ટિવા, સપ્લેન્ડર, બુલેટ જેવા વગેરે વાહનો કંપનીમાં ડાઉન પેમેન્ટ ભરી મેળવી લઈ અને નવે નવા વાહનો અન્ય શખ્સોને પાંત્રીસ હજારથી માંડી પંચોતેર હજાર રૂપિયા સુધી ના રોકડ રકમ લઈને આપી દેવાતા. આવી રીતે જેતપુર, ગોંડલ તેમજ રાજકોટની જુદીજુદી ઓટો એજન્સી પાસેથી એકાદ વર્ષમાં લગભગ પચાસ થી સો જેટલા વાહનો છોડાવ્યા હોવાનું જાણવા મળેલ છે, તેમજ તાજેતરમાં નવરાત્રી પર વીસેક વાહનો છોડાવી બારોબાર વેચી માર્યા હોવાની જાણ એસ.ઓ.જી.ને થતા એસ.ઓ.જી.એ જેતપુરમાંથી કેટલાક શખ્સોને ઉપાડી લઈને તેઓની પૂછપરછ કરી દોઢ ડઝન જેટલા વાહનો કબજે કર્યા છે અને મુખ્ય ભેજાબાજ તરીકે અઠવાડિયા પૂર્વે જ સોની વેપારીની લૂંટમાં પકડાયેલ શાકિર અને તુફેલનો મોટો ભાઈ સરફરાઝ મુસાભાઈ ખેડારા હોવાનું ખુલતા હાલ પોલીસ તેની પણ પુછપરછ કરતાહોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર ; અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment