ગીર સોમનાથ જિલ્લાનાં વર્ષ ૨૦૨૩માં ધો-૧૦ અને ૧૨માં ઉતિર્ણ થયેલાં સફાઈ કામદારનાં બાળકોને ઈનામની રકમ અને પ્રશસ્તિ પત્ર આપવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

           સમગ્ર રાજયનાં સફાઈ કામદારો અને તેમના આશ્રિત બાળકોને વર્ષ ૨૦૨૩માં ધો-૧૦ અને ધો -૧૨માં ઉતિર્ણ થયેલાં બાળકોને ઈનામ અને પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ઈનામની રકમ અને પ્રશસ્તિ પત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા આપવામાં આવશે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પરથી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

આ યોજના અંતર્ગત ધોરણ-૧૦માં ઉર્તિણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂા. ૪૧,૦૦૦ તેમજ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦ તેમજ ધોરણ-૧૨ માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં ઉર્તિણ થયેલ પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૩૧,૦૦૦ તેમજ બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૨૧,૦૦૦ અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીને રૂ. ૧૧,૦૦૦ ઈનામની રકમ આપવામાં આવશે.

નોંધનીય છે કે આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદાનું કોઈ ધોરણ રાખવામાં આવેલ નથી તેમજ આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ વર્ષ ૨૦૨૩ ની માર્કશીટની નકલ રજુ કરવાની રહેશે. આ યોજનાનું અરજી ફોર્મ નિગમની વેબસાઈટ https:/esamajkalyan.gujarat.gov.in પર તા. ૦૫/૦૮/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

Related posts

Leave a Comment