માઉન્ટ આબુમાં પર્યટકો ઠંડીમાં ઠુંઠવાયા તાપમાન માઇનસ 5 ડિગ્રી નોંધાયું, ઠેરઠેર બરફની ચાદર પથરાઈ

હિન્દ ન્યૂઝ, ડીસા

                                     રાજસ્થાનના માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીમાં વધારો થવાની સાથે તાપમાન માઇનસ ડિગ્રી થઈ ગયું છે ત્યારે સોમવારે તાપમાન માઇનસ 3 ડીગ્રી નોંધાયા બાદ બીજા દિવસે મંગળવારે પણ ઠંડીમાં વધારો થવાની સાથે માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 5 ડિગ્રી થઈ ગયું હતું. જેના લીધે પર્યટકો હાડ થીજવતી ઠંડી માં ઠુંઠવાઈ ગયા હતા અને માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકો હાડ થીજવતી ઠંડીના પગલે ફરવા ના બદલે ફરવા આવેલા પર્યટકો રૂમમાં જ પુરાઈ રહ્યા હતા. તેમજ વહેલી સવારે માઉન્ટ આબુમાં અનેક સ્થળો પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. નક્કી લેક તેમજ અનેક ગાડીઓ ઉપર બરફ જામી ગયું હતું અને હજુ પણ આગામી દિવસોમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો થશે.

                                       હાલમાં નવા વર્ષની ઉજવણી ને લઇ અનેક લોકોમાં નવા વર્ષની ઉજવણી કરવાની થનગનાટ જોવા મળી રહી છે અને હાલમાં ખાસ કરીને ગુજરાતીઓ નવવર્ષ ની ઉજવણી કરવા માટે રાજસ્થાનના માઉન્ટ આબુ, ગોવા, દીવ, દમણ જેવા સ્થળોની પસંદગી કરતા હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી ના લીધે અનેક સ્થળો પર રાત્રી દરમિયાન કર્ફ્યુ લગાવામાં આવ્યું છે. જોકે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ ૩૦ અને ૩૧ ડિસેમ્બરના રોજ લોક ડાઉન હોવાના સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફરતા થયા છે. પરંતુ આ મેસેજ તદ્દન ખોટા હોવાનું માઉન્ટ આબુ ના વહીવટી તંત્રે જણાવ્યું છે અને હાલમાં માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક દિવસોથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને તાપમાન માઇનસ ડિગ્રી પર પહોંચી ગયું છે. ત્યારે સોમવારે માઇનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ બીજા દિવસે ઠંડીમાં વધારો થવાની સાથે તાપમાન માઇનસ 5 ડિગ્રી નોંધાયું હતું. આ હાડથીજવતી ઠંડીના પગલે ફરવા આવેલા પર્યટકો રૂમમાં જ પુરાઈ રહ્યા હતા. તો બીજી તરફ નક્કી લેક તેમજ અનેક ગાડીઓ અને હોટલો ઉપર બરફની ચાદર પથરાઈ ગઈ હતી અને હજુ પણ આગામી દિવસોમાં માઉન્ટ આબુ ઠંડીમાં વધારો થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

જાહેર કાર્યક્રમો કરવા પર મુકાયો પ્રતિબંધ :-

રાજસ્થાનના માઉન્ટ આબુમાં ન્યૂ યરની ઉજવણી દરમિયાન કોઈ લોકડાઉન લગાવવામાં આવ્યો નથી અને તમામ પર્યટકો આ સ્થળ પર આવી શકે છે અને કોવિડ 19 ના નિયમોનું પાલન કરી નવા વર્ષની ઉજવણી કરી શકે છે. પરંતુ જાહેર કાર્યક્રમો કરવા ઉપર માઉન્ટ આબુમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

એહવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment