હિન્દ ન્યુઝ, જામનગર
“આથી જામનગર જિલ્લાની પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળના સંચાલકોને જાણ કરવામાં આવે છે કે, આઈ-ખેડૂત પોર્ટલ પર મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવી ફરજીયાત હોવાથી જાન્યુઆરી-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૪ ના તબક્કાની સહાય માટે તા.૧૫/૦૨/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી માટે પોર્ટલ કાર્યરત રહેશે. યોજનાની શરતો અને બોલીઓ અનુસાર ઓનલાઈન અરજી દાખલ કરીને તેની પ્રિન્ટ મેળવીને જરૂરી સાધનિક સાહિત્ય સાથે અરજી નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જામનગરની કચેરી ખાતે અરજીની હાર્ડકોપી રજુ કરવાની રહે છે.આ યોજનાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા નાયબ પશુપાલક નિયામક જિલ્લા પંચાયત જામનગરની યાદીમાં જણાવાયું છે.