મોટી ભલસાણ-સુમરી રોડ પર રૂ.3.63 કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કરતાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર

    રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર રૂ. 3.63 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ ૧૦ ગાળાના ૧૨ મીટર લાંબા મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભલસાણ, સુમરી સહિત આજુ બાજુના વિસ્તારના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાઘવજીભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેઓની વર્ષો જૂની માંગણી તથા સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર ૧૨ મીટરના ૧૦ ગાળા ધરાવતા આ મેજર બ્રીજને સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.૩૬૩.૮૯ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.આ નવા બનેલ મેજર બ્રિજનો મોટી ભલસાણ, સુમરી તથા આજુબાજુના ગામોને આવાગમન તથા ખેતી માટે પુરતા પ્રમાણમાં લાભ મળી રહેશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, તાલુકા પંચાયત સભ્ય કેશુભાઈ, આગેવાન સર્વ મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ જાડેજા, ચંદુભાઈ કેર, દિલીપસિંહ જાડેજા, ઇ.કાર્યપલાક ઈજનેર છૈયા, સરપંચઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

Leave a Comment