હિન્દ ન્યુઝ, જામનગર
કેન્દ્ર સરકારના માર્ગદર્શન તળે ખરીફ-રવિ પાકોના વેચાણ માટે તુવેર માટે રૂ.7,000/-, ચણા માટે રૂ.5440/- અને રાયડા માટે રૂ.5650/- પ્રતિ કવીન્ટલ ટેકનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
ઉક્ત ખરીદી મુજબ, જામનગર જિલ્લાના ખેડૂતો અત્રે જણાવેલ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય, તો તેઓએ આગામી તા.29 ફેબ્રુઆરી સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો પરથી V.C.E. મારફતે નોંધણી કરાવવાની રહેશે. જે બાબતની ખાસ નોંધ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.