ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 હિન્દ ન્યુઝ, જામનગર       આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, જેના ભાગરૂપે વિવિધ નોડલ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી તથા ચૂંટણી લક્ષી પૂર્વ તૈયારીઓ અંગેની જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરએ ચૂંટણી અન્વયે નક્કી કરાયેલ સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ મતદાન મથકોની સ્થિતિ અને ઝોનલ રૂટની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.સાથે જ રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરોની વ્યવસ્થા, સ્ટ્રોંગરૂમ તથા મતગણતરી કેન્દ્રો ખાતેની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.…

Read More

“સુરક્ષિત માર્ગ, સુરક્ષિત જીવન”ના સંદેશને સાર્થક કરતી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બોટાદ

હિન્દ ન્યુઝ, બોટાદ             બોટાદ જિલ્લામાં માર્ગ સલામતીને જાળવવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત કુલ અંદાજે ૮૦ જેટલા વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. જેમાં ટ્રેક્ટર-ટ્રોલી સહિતના અન્ય માલવાહક વાહનોને આવરી લેવામાં આવ્યા હતા.            રાત્રિના સમયે તેમની દૃશ્યતા વધે અને અકસ્માતોની સંભાવનામાં ઘટાડો થાય તેવા હેતુથી રેડિયમ રિફ્લેક્ટર દ્વારા અંધકારમાં વાહનો દૂરથી જ સ્પષ્ટ દેખાય છે, જેના કારણે માર્ગ પર સલામતીમાં…

Read More

બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પ્રિસાઈડિંગ, પોલીંગ સહિતના ઓફિસરોને તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ           સ્થાનિક સ્વરાજ્ય ૨૦૨૬ની ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયની સૂચના તથા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતના માર્ગદર્શન હેઠળ બોટાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે શ્રીમતી આર.એમ. કથળીયા વિદ્યાભવન ખાતે ૧૨૫ પ્રિસાઈડિંગ અને ૧૩૦ પોલીંગ સહિત ૨૫૫ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ચૂંટણી સંબધિત થિયરી અને પ્રેકટીકલ તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી. આ તકે બોટાદના ઝોનલ અને મદદનીશ ઝોનલ ઓફિસરઓએ પણ તાલીમમાં ભાગ લીધો હતો.    …

Read More

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ આપ્

“લોકતંત્રનો ભાગ્ય વિધાતા, જાગૃત મતદાતા” હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી સંદર્ભે જિલ્લાના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતી આવે એવા હેતુસર જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત તાલાલા સહિત તમામ તાલુકાઓની પ્રાથમિક શાળામાં લોકોમાં મતદાન અંગે જાગૃતી વધે તે માટે વિદ્યાર્થીઓએ રંગોળી-ચિત્રો દ્વારા મતદાન જાગૃતિ કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રતિભા દર્શાવતા ‘ચૂંટણી પર્વ-૨૬’,’વોટ ફોર બેટર ઈન્ડિયા’,’ પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા’,’મારો મત, મારો અધિકાર’ જેવી વિવિધ રંગોળીઓમાં મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ બનાવવામાં આવ્યાં…

Read More

આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીન્સનું સેકન્ડ રેન્ડમાઈઝેશન સંપન્ન

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લાની ૧૧૧- ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે ઇવીએમ-વીવીપેટ મશીનોનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન EMS સોફ્ટવેર મારફત ઓબ્ઝર્વર તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું. રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈવીએમ-વીવીપેટની વિધાનસભા મતવિભાગવાર યાદીઓ મુજબ વિધાનસભા મતવિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇવીએમ-વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. ઇવીએમ-વીવીપેટના સેકન્ડ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી.  

Read More

તા. ૨૬ એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન માટે આવનાર ૧૧૧ – ઉમરેઠ મતદાર વિભાગના મતદારો માટે અવિલોપ્ય શાહીની નિશાની કરવા અંગે માર્ગદર્શિકા જાહેર

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકા/જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી યોજવા તા.૦૧-૦૪-૨૦૨૬ના રોજ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત નગરપાલિકા (ની ચૂંટણી કરવા) બાબતના નિયમો, ૧૯૯૪ના નિયમ-૩૦ અને ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો-૧૯૯૪ના નિયમ-૩૮ની જોગવાઈ અનુસાર મતદાન સમયે મતદાન મથકો પર મતદાન કરવા આવતા મતદારના ડાબા હાથની તર્જની (forefinger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવાની રહે છે. આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય પૂર્વે તા.૨૩-૦૪-૨૦૨૬ના રોજ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી દરમ્યાન મતદાન મથકે મતદારોને ડાબા હાથની તર્જની (forefinger) પર અવિલોપ્ય શાહીની નિશાની કરવામાં આવનાર…

Read More

૧૧૧-ઉમરેઠ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશો જાહેર

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અવળા પ્રત્યાઘાત ન પડે તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ એ તેમને મળેલ સત્તાની રૂઈએ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૧૩/૦૪/૨૦૨૬ સુધી કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવી છે.            આ જાહેરનામામાં છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ…

Read More

આણંદ ખાતે જિલ્લા કક્ષાના ફરીયાદ નિવારણ કેન્દ્ર અને મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવત

હિન્દ ન્યુઝ, આણંદ  ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 નું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર છે.       આ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે કલેકટર કચેરી, ત્રીજા માળે, આણંદ ખાતે જિલ્લા કક્ષાનું ફરીયાદ નિવારણ સેન્ટર, 1950 હેલ્પલાઇન, વોટર હેલ્પ ડેસ્ક, Cvigil મોનિટરિંગ સેન્ટર અને ટોલ ફ્રી નંબર 1800 425 2560 શરૂ કરવામાં આવ્યુ છે.           ભારતના ચૂંટણી પંચ દ્વારા 111 – ઉમરેઠ વિધાનસભા…

Read More

આણંદ જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન તંત્રના મદદનીશ નિયંત્રકની એક યાદીમાં જણાવ્યા મુજબ કાનૂની માપ વિજ્ઞાન તંત્ર,આણંદ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લાના ગ્રાહકોના હિતાર્થે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તંત્ર દ્વારા જિલ્લાના કુલ ૭૪૮૭ એકમોના વજન અને માપના સાધનોની વિગતવાર ચકાસણી અને મુદ્રાંકન કરવામાં આવ્યું હતું, જેના થકી કુલ રૂ. ૬૨,૩૯,૯૦૫/- ની ચકાસણી ફિ વસૂલ કરવામાં આવી છે.                 આ ઉપરાંત, જિલ્લાના આશરે ૧૨૩૧ વેપારી એકમોની ઓચિંતી મુલાકાત લઈ તપાસ હાથ ધરતા કુલ ૨૩૪…

Read More