બોટાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પ્રિસાઈડિંગ, પોલીંગ સહિતના ઓફિસરોને તાલીમ અપાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ 

         સ્થાનિક સ્વરાજ્ય ૨૦૨૬ની ચૂંટણી અન્વયે બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયની સૂચના તથા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતના માર્ગદર્શન હેઠળ બોટાદની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જે અંતર્ગત બોટાદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે શ્રીમતી આર.એમ. કથળીયા વિદ્યાભવન ખાતે ૧૨૫ પ્રિસાઈડિંગ અને ૧૩૦ પોલીંગ સહિત ૨૫૫ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ચૂંટણી સંબધિત થિયરી અને પ્રેકટીકલ તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી. આ તકે બોટાદના ઝોનલ અને મદદનીશ ઝોનલ ઓફિસરઓએ પણ તાલીમમાં ભાગ લીધો હતો.

        આ તાલીમમા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બોટાદ આરતી ગોસ્વામી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારના સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment