હિન્દ ન્યુઝ, ગાંધીનગર
રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા તેમજ તેના સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત કરાઈ.
પંચકમ યોજના અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા રાજ્યના 34 સ્થળોએ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરાશે તેમજ ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન.
