હિન્દ ન્યુઝ, રાજકોટ
આગામી સમયમાં રાજ્યના તમામ જિલ્લાઓને પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ બનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે મિશન મોડમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે સતત માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
ગાય આધારિત ઓછા ખર્ચવાળી પ્રાકૃતિક ખેતીને કારણે ખેડૂતોને ખૂબ લાભ થાય છે. કારણકે, તેમાં ખેડૂતોને બજારમાંથી કંઈપણ ખરીદવાની જરૂર રહેતી નથી.
ગાય આધારિત ઘનામૃત બનાવવા માટે દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, બેસન, વૃક્ષ નીચેની માટી સહિતના પદાર્થોને સારી રીતે એકબીજામાં ભેળવી તેને ૨ દિવસ સુધી બોરીથી ઢાંકીને થોડું પાણી છાંટતું રહેવાનું. તેને તેટલું ઘાટું બનાવીને તે ઘનજીવામૃતને કપાસ, મરચી, ટમેટા, રીંગણ, ભીંડા, સરસવના બીજની સાથે જમીન ઉપર રાખી દેવાનું. તેની ઉપર સૂકું ઘાસ રાખીને ડ્રીપરથી સિંચન કરવું. જેનાથી ઉત્પાદનમાં શ્રેષ્ઠ પરીણામ આવે છે.
