વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું

વડોદરા,

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું છે. જેમાં અચાનક કટર ચાલુ થતા ચોર કપાઈ મર્યો હતો. જેથી ચોરીમાં વપરાયેલા કટરે જ જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ચોરીમાં વપરાયેલા કટરે જ તસ્કરનો જીવ લીધો, પોલીસે સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રાત્રી દરમિયાન તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરે પહેલા કટરથી સ્ટ્રોંગરૂમનું લોકર તોડ્યું હતું. ત્યારબાદ ચોરી દરમિયાન અચાનક કટર ચાલુ થઈ જતા તસ્કર કપાઈ જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતા વારસિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment