થરાદ માં થી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ માં ૧૫૦૦થી વધુ નર્મદા કેનાલમાંથી તેમજ તળાવ કૂવા એવી અનેક જગ્યાઓ માંથી મૃતદેહને બહાર કાઢનાર બાહો તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું….  

થરાદ,   

થરાદના તરવૈયા સુલતાન મીર ને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોઅને થરાદ ના અન્ય આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીર ને રહેવા માટે ઘર નું ઘર બનાવી આપવામાં આવ્યું..

રસોડું, બાથરૂમ,  સંડાશ મકાનની ચારે બાજુ કોટ ગેટ સહિતની તમામ સુવિધાઓ સાથે તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપી અને ચાવી આપી અને નવા ઘરમાં સુલતાન મીરે પોતાના પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરાયો….

થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ.ડી.ડી.રાજપૂત થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબા ભાઈ સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ.પથુસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીરને ચાવી આપી નવા મકાનમાં ગૃહ પ્રવેશ કર્યો હતો..

સરકાર દ્વારા કે તંત્ર દ્વારા કોઈપણ સહાય કે મકાન બનાવી ન આપતા આખરે કોંગ્રેસ સમિતિ અને આગેવાનોએ સુલતાનને રેવા માટે નવીનમકાન બનાવી આપ્યું..

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી,  થરાદ

Related posts

Leave a Comment