વડોદરા
ગુજરાત સહીત પાંચ રાજ્યોમાં ઈન્ટરનેટ પર મેલ એસ્કોર્ટની જાહેર સાથે સર્વીસ પુરી પાડવાની જાહેરાત આપી લોકો પાસેથી રૂ. 1.08 કરોડ ખંખેરી લેનાર મુંબઈની ટોળકીની વડોદરા એલસીબીએ ધરપકડ કરી છે. મુંબઈની ઠગબાજ ટોળકીમાં એક મહિલા સહીત 7 શખ્સો પોલીસે ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. જેમાં અનેક ચોંકવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. તેઓ ઈન્ટરનેટ ઉપર લોકેન્ટોની વેબસાઈટ પર આ ટોળકી મેલ એસ્કોર્ટની જાહેરાત આપે, આ જાહેરાતમાં એક ડમી નંબર પણ આપવામાં આવતો હતો. જેના ઉપર કોઈ વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવે ત્યારે કોલર સાથે સેક્સ્યુઅલ વાતો કરવામાં આવતી, ત્યારે મેમબર્શીપ અને સવર્સી આપવાના બહાને કોલર પાસેથી રૂપિયા પડાવી લેતા હતા.
ટોળકી પાસેથી વિવિધ કંપનીના 17- મોબાઈલ ફોન, 18-સીમકાર્ડ, 28- એટીએમ કાર્ડ, જુદી જુદી બેન્કોની 5 પાસ બુક, 8 ચેક બુક, તથા બેન્કના કે.વાય.સી ફોર્મ, ધુરૂ ભરેલુ પાનકાર્ડ, તેમજ સેલ્વા સંતોષના ખાતામાંથી રૂ. 8,93,008 મળી આવ્યાં હતા. જોકે અત્યાર સુધી પોલીસે એક મહિલા સહીત કુલ 7 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં સેલ્વા સંતોષ નડાલ, રમાકાન્ત ઉર્ફે બાબુ પડોહી વિશ્વકર્મા, રાકેશ તારાચંદ જાધવ, સંદિપ ઉર્ફે સેન્ડી સિન્હા, જમીલખાન દુબર અને નિલોફર જમીલકાખાન દુબર અને સજ્જાદ સતાર બેગ ઉર્ફે સુરેશ બેગાની પાટીલને ઝડપી પાડ્યાં છે. જ્યારે પોલીસે ભુષ્ણ જગન્નાથ કામળે, વૈભવ નામદેવ ભોવળ અને શ્રીરામ શ્યામલાલા ગુપ્તાની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા