હિન્દ ન્યુઝ,
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય સમિતિના ચેરમેનના લીલાબેન ઠુંમરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં બાંધકામ, મંકીપોક્સ, આભા કાર્ડ, દવા છંટકાવ, રોગચાળા, આયુષમાન કાર્ડ, આયુર્વેદ દવાખાના, બઢતી, ભરતી, સ્વભંડોળ સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરીને, તે મુજબ કામગીરી કરવા આવશ્યક સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં એ.પી.એલ. અને બી.પી.એલ.કેટેગરીની હાઇ રીસ્ક મધરને રૂ. ૧૫ હજાર સહાય આપવાની યોજનાનો લાભ આપવા અને ડીલીવરી દરમિયાન સાત દિવસ જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરવા જણાવાયું હતું.