હિન્દ ન્યૂઝ, ભાવનગર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત પર આવેલા વાવાઝોડાના લેન્ડ ફોલ થવાની સ્થિતિ અંગે મોદી રાત્રે ભાવનગર કલેકટર સાથે સ્ટેટ કંટ્રોલ રૂમણી વીડીઓ કોલ દ્વારા વાતચીત કરીને જિલ્લામાં કોવિડ હોસ્પિટલોની સલામતી અંગે તેમજ જિલ્લામાં શેલ્ટર હાઉસ માં આશ્રય લઇ રહેલા લોકોની પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી એ કલેકટર ને સતત સાવચેત રહીને કોઈ માનવ હાની ન થાઈ તે માટે અને વાવાઝોડું પસાર થઇ જાઈ પછી પણ સમગ્ર તંત્ર ને એલર્ટ રેહવા સુચના આપી હતી. તેમણે જિલ્લામાં પવનની ગતિ, વરસાદ ની સ્થતિ ની વિગતો મેળવી સાવચેતી રાખવા પણ સૂચવ્યું હતું.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી