ગોંડલમા નગરપાલિકાની પાણીની મુખ્ય પાઇપ લાઇન માંથી પાણી ચોરી કરી રહેલ સર્વીસ સ્ટેશન પર વોટરવર્કસ શાખા ત્રાટકી..

ગોંડલ,
તા.:-૧૨/૧૨/૨૦૧૯

શહેરનાં અલખ ચબુતરા પાસે આવેલ ચામુંડા સર્વીસ સ્ટેશન માં મુખ્ય પાઇપલાઇન માં થી ગેરકાયદેસર રીતે નળ કનેક્શન મેળવી ૨૪ કલાક પાણી ની બેફામ ચોરી થઇ રહયાં ની જાણ વોટરવર્કસ નાં ચેરમેન અનિલભાઈ માધડ ને થતાં તંત્ર ને સાથે રાખી સર્વિસ સ્ટેશન પર ત્રાટકતાં બાજુમાં થી પસાર થતી નગરપાલિકા હસ્તક ની મુખ્ય પાઇપ લાઇનમાં થી ગેરકાયદેસર કનેક્શન મેળવી પાણી ની બેફામ ચોરી કરાઇ રહ્યાં નું બહાર આવતાં આકરે પાણીએ બનેલાં ચેરમેન માધડે કનેક્શન કાપીનાખી ફોજદારી કાર્યવાહી કરવની તજવીજ હાથ ધરતાં પાણી ચોરી કરતાં તત્વો માં ફફડાટ ફેલાયો છે.
ચામુંડા સર્વીસ સ્ટેશન પર ટુ વ્હીલર થી લઇ મોટાં વાહનો દિવસ ભર ૫૦/-રૂ.થી ૫૦૦/-રૂ.સુધીનો ચાર્જ લઈ સર્વિસ કરાતાં હોય પાણી નો ભારે ઉપાડ થતો હોય મેઈન લાઇન માં થી મોટા પાયે પાણી ની ચોરી કરાઇ રહી હતી.
ભુતિયા કનેક્શન પર તંત્ર ત્રાટકતાં ભલામણો નાં ફોન રણકતા થયા હતા, પરંતુ અનિલભાઈ માધડે દરેક ને મેઇન લાઇન માથી કનેક્શન લઇ ૨૪ કલાક પાણી સર્વિસ સ્ટેશન ને મળતુ હોવાની હકીકત થી વાકેફ કરતા ભલામણ ના ફોન કરનારે પણ વાત સત્ય હોવાનું કહી યોગ્ય કાર્યવાહી કરવાનુ જણાવેલ…
આ સમયે ત્યાં ઉપસ્થિત લોકો વોટરવર્કસ ચેરમેન અનિલભાઈ માધડની કામગીરી થી ખુશ થઇ આ રીતે કડક પગલા ભરવાની ગોંડલમા પહેલ અનિલભાઈ એ કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ હતું.
આ સર્વીસ સ્ટેશન રઘુ પાટડીયા નામના વ્યક્તી નુ હોવાનુ જાણવા મળેલ છે.

 

રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા  (ગોંડલ )

Related posts

Leave a Comment