સુઇગામ તાલુકાના કટાવ ધામ ખાતે વૃક્ષો રોપાણ કાર્યક્રમ યોજાયો

ભાભર,

દિનપ્રતિદિન આખા વિશ્વમાં ગ્લોબલ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે ઠેર ઠેર વૃક્ષો વાવવા ના કાર્યક્રમ યોજાયી રહ્યા છે ત્યારે સુઇગામ તાલુકાના કટાવ ધામ ખાખીજી મહારાજ ની પ્રવિત્ર ભુમિ ઉપર બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા વૃક્ષો રોપાણ કરવામાં આવ્યુ હતું જેમાં બનાસડેરી તરફથી શંકરભાઈ ચૌધરી  દ્વારા એક વર્ષમાં એક કરોડ જેટલા વૃક્ષો વાવવા ના સંકલ્પ સાથે ઠેર ઠેર વૃક્ષો રોપાણ કરવામાં આવી રહયા છે, જ્યારે આવી મંદી અને કોરોના ની મહામારી ના વર્ષમાં પણ બનાસડેરી ના ચેરમેન  શંકરભાઈ ચૌધરી દ્વારા ગયા ટુકા દિવસો માં ભાવ વધારા માં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો અને ત્યારે બાદ આ વૃક્ષો રોપણ દરમિયાન બનાસદાણ બોરી માં 100 રુપિયા નો ઘટાડો કર્યો ની જાહેરાત પણ કરવામાં આવી હતી,

ત્યારે ઉતર પ્રદેશ થી કટાવ ધામ ખાતે આવેલા એક શ્રી સંત મહાત્મા દ્વારા બનાસવાસી ઓ ને આ બનાસડેરી ને ટુકા ગાળામાં હરણફાળ ભરી ને એશિયા ની નંબર વન બનાસડેરી બનાવવા બદલ પશુપાલકો અને મંત્રી અને ચેરમેનો ને શંકરભાઈ ચૌધરી નો આભાર માનવા વિનંતી કરવામાં આવી હતી ત્યારે બાદ બનાસડેરી ના હાજર રહેલા ડીરેકટરો ઓ ચેરમેન નો આભાર માન્યો હતો. જેમાં સરકાર ની ગાઇડ લાઇન મુજબ સોસીયલ ડીસટન રાખી ને સમગ્ર વૃક્ષો રોપાણ કાર્યક્રમ સફળ બનાવવા માં આવ્યો હતો.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment