રાજકોટ શહેર મ્યુનિ. કોર્પોરેશનમાં આરોગ્યની કામગીરી માટે સ્વયં સેવકોની ભરતી

રાજકોટ,

              તા.૨૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર હાલ વરસાદી ઋતુમાં વાહકજનય, મચ્છર જન્ય રોગચાળો વધવાની સંભાવના હોય, વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ જુદી-જુદી કામગીરી કરવા સ્વયંસેવક તરીકે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણની ફિલ્ડની કામગીરી માટે ઈચ્છા ધરાવનાર પુરૂષ ઉમેદવારો પાસેથી સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ઈન્સેન્ટીવ (માનદવેતન) પ્રતિ ઘર રૂા.ર/ લેખે અંદાજીત ૨૦૦ થી ૩૦૦ રૂપિયા માનદવેતનથી કામગીરી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા હાલના તબક્કે સ્વયંસેવકોની ઘટની પુર્તતા કરવા તથા અગામી સમયમાં કામગીરીની જરૂરિયાતને ધ્યાને લઈને ઉમેદવારોને ભવિષ્યના સમયમાં કામગીરી માટે રાખવા માટેની યાદી તૈયાર કરવાની કાર્યવાહી માટે વોકઇનથી રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે. આ અરજીઓ ઉમેદવારોને વહેલા તે પહેલાના ધોરણે વોકઇનથી રૂબરૂમાં આપવાની રહેશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment