માર્ચ 2020 ની પરીક્ષા જયારે દરવાજા પર ટકોર કરી રહી છે. પરીક્ષાને ગણ્યા ગાંઠ્યા દિવસો જયારે બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલો પરીક્ષાનો ડર કઇ રીતે દૂર કરવો જયારે પરીક્ષા નજીક આવી ગઈછે, ત્યારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. વાંચનનું આયોજન કઇ રીતે બનાવવું, આપણી બનાવેલી ડ્રિમ માર્કસીટ સુધી પહોંચવા કઇ રીતે તૈયારીઓ કરવી, જીવનમાં ગોલનું મહત્વ તેમજ ગોલ સુંધી પહોંચવા કઈ રીતે તૈયારી કરવી, સમયનું મહત્વ, જીવનમાં 1મિનિટ નું મૂલ્ય શુ રહેલું છે? વગેરે મુદ્દાઓ પર શ્રેષ્ટ તેમજ સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર તેમજ ટ્રેનર વિજય રાયચુરા દ્વારા માર્ગદર્શન અને મોટિવેશન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. આ સેમિનારમાં ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડના ધોરણના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : પૃથ્વીરાજસિંહ જાડેજા ( ગોંડલ )