જામજોધપુર સી.એસ.સી. સેન્ટર ના જિલ્લા મેનેજર સહિત બે કર્મચારી અને ૨૦ હજારની લાંચ લેતા કાલાવડમાંથી રાજકોટ એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયા છે . જામજોધપુર સી.એસ.સી. સેન્ટર માં ફરજ બજાવતા જિલ્લા મેનેજર અંકિત શાહ અને વિલેજ લેવલ ઇન્ટરપ્યોર તરીકે ફરજ બજાવતા સંદિપ વોરાએ ફરિયાદીની ઇ.સ્ટેમ્પિંગનું લાયસન્સ મેળવવું હોય તે આપવા માટે જનરલ મેનેજરનો સંપર્ક કરી અને મેનેજર અંકિત શાહ રૂપિયા ૨૦ હજારની માંગણી કરેલ અને તે રકમ સંદીપ વોરા, જે કાલાવડમાં શ્રી ડિજિટલ એન્ડ કોમ્પ્યુટર નામની દુકાન ચલાવે છે, તેને આપી દેવા જણાવેલ, પણ ફરિયાદિએ લાંચ આપવાના બદલે એ.સી.બી. રાજકોટ નો સંપર્ક કરતા આજે કાલાવડમાં છટકું ગોઠવીને જનરલ મેનેજર વતી સંદીપ વોરા લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાઇ ગયો હતો અને આ મામલે એ.સી.બી.એ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાલાવડમાં એ.સી.બીએ છટકું ગોઠવી ત્રણને ઝડપી પાડયા
