નેટ બેંકિંગ, એટીએમ સુવિધા અંગે જામનગર પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રાહક મેળો

જામનગર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત ગ્રાહકો માટે અનેક સુવિધા શરૂ કરાઇ

જામનગર તા. ૧૨ ડિસેમ્બર, ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત જામનગર ટપાલ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસશ્રી ટી.એન.મલેક દ્વારા રિલાયન્સ ગ્રીન્સ પોસ્ટ ઓફિસ ખાતે તાજેતરમાં તા.૧૦-૧૨-૨૦૧૯ના રોજ ગ્રાહક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નેટ બેંકિંગ, એટીએમ સુવિધાનો ગ્રાહકોને લાભ આપવાની સાથે ગ્રાહક મેળામાં આવેલા તમામ નાગરિકોને શુભેચ્છા ભેંટ આપવામાં આવી હતી. આ તકે પોસ્ટ ઓફિસ દ્વારા બચત બેન્કના ખાતેદારોને ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત નેટ બેંકિંગ, નિશુલ્ક એટીએમ કાર્ડ સુવિધા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના મધ્યમથી પોસ્ટ ઓફિસના ખાતામાં મોબાઇલ બેંકિંગ મારફતે ઓનલાઈન જમા કરાવવા બાબતે જાહેર જનતાને વિગતવાર સમજણ આપવામાં આવી હતી. ઉપરાંત જામનગર મંડળ હેઠળ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા હેઠળની ૩૦ સબ પોસ્ટ ઓફિસમાં અને હેડ પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી તેમજ આધાર સુધારણાની સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. કોઇ અન્ય બેન્કના ગ્રાહકો જેવા કે એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, બેન્ક ઓફ બરોડા વગેરે પણ પોસ્ટ ઓફિસમાં આધાર એનેબલ્ડ પેમેન્ટ સર્વિસ અન્વયે તેમના બેન્ક ખાતાના નાણાં પોસ્ટ ઓફિસના કાઉન્ટર પરથી પણ ઉપાડી શકે તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. ભારતીય ટપાલ વિભાગ દ્વારા આપવામાં આવતી સેવાઓનો જાહેર જનતા બહોળો લાભ લે તેવો અનુરોધ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભારતીય ટપાલ પરિવારના નિવૃત અધિકારીઓનું પણ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા સન્માન કરવામાં આવેલ હતા તેમ સુપ્રિટેન્ડ્ન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જામનગર ડિવિઝન, જામનગરની યાદી દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment