બોટાદ ખાતે સરકારી હાઈસ્કુલના પટાંગણમાં ૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ૧૫ મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ સ્થિત સરકારી હાઈસ્કુલ ખાતે થનાર છે. સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી માન. રાજયકક્ષાનાં મંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિનોદભાઈ મોરડીયા ના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. રાષ્ટ્રભકિતના અનોખા માહોલ વચ્ચે બોટાદવાસીઓ રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. બોટાદ ખાતે યોજાનાર આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં જિલ્લાવાસીઓને સહભાગી બનવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

Read More

હર ઘર તિરંગા : જાણો રાષ્ટ્રીયધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે.આ અભિયાન હેઠળ વડાપ્રધાનએ ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે લોકોને તેમના ઘરે તિરંગો ફરકાવવાની અપીલ કરી હતી અને લોકો આ અભિયાન પ્રચંડ પ્રતિસાદ આપી રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો પણ જાણવા જરૂરી છે. કોઇપણ સમયે તિરંગો ફરકાવી શકાય ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા અનુસાર તિરંગાની ગરિમા અને સન્માનનો અનાદર કર્યા વગર તમામ પ્રસંગોએ તમામ જગ્યાએ તિરંગો ફરકાવી શકાય છે. કોડ કહે છે કે ધ્વજ કોઈપણ કદનો હોઈ શકે છે,…

Read More

બોટાદ જિલ્લાના તમામ ગામો બન્યા તિરંગામય, હર ઘર તિરંગા અભિયાનને પ્રચંડ સમર્થન

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના તમામ ગામો તિરંગામય બન્યા છે. ગામના અગ્રણીઓ, સરપંચઓ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગામલોકો આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. બોટાદ જિલ્લાના ઝમરાળા ગામના સરપંચ રણજીતભાઈ ખાચરે અપીલ કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને તિરંગામય બનાવવાનું આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત તમામ લોકો પોતાની ઓફિસ, કચેરી, ઘર તેમજ જાહેર જગ્યાઓ પર તિરંગો ફરકાવીને પ્રચંડ પ્રતિસાદ આપે. તમામ ગામલોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય તેવી ઝમરાળા ગામના સરપંચએ વિનંતી…

Read More

બોટાદ જિલ્લો બન્યો તિરંગામય, સાધુ-સંતોએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લીધો

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખુબ જ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશ તિરંગામય બન્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં સામાન્ય નાગરિકથી માંડીને સાધુ-સંતો પણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા છે. બોટાદ જિલ્લાના પાંચપડા વિસ્તારમાં આવેલા ભજનાનંદ આશ્રમ ખાતે સાધુ-સંતો, સેવકો, નાગરિકો અને નાના બાળકોની હાજરીમાં હર ઘર તિરંગા અભિયાનને ઉત્સવની જેમ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં લોકોમાં રાષ્ટ્રપ્રેમનો ભાવ ઉજાગર થાય તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતીજી આ અવસરે શુભેચ્છા પાઠવી હતી. આત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે,…

Read More

તિરંગાને સો સો સલામ, રાષ્ટ્રપ્રેમની જ્યોતને સલામ :શિક્ષક પ્રવીણભાઈ ખાચર

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાની ચાચરીયા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવીણભાઈ ખાચરે હર ઘર તિરંગા અભિયાન અન્વયે જણાવ્યું હતું કે, “આ દેશની આન-બાન અને શાન સમાન તિરંગો જ્યારે ગર્વભેર લહેરાતો હોય ત્યારે તેને જોઈને પ્રત્યેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય. હું પૂર્ણ ભાવ સાથે કહી શકું કે જયારે જયારે આ તિરંગાને આભમાં લહેરાતા જોઉં છું ને ત્યારે ત્યારે સાક્ષાત તિરંગો બોલતો હોય તેવું જ લાગે કે, આજ તિરંગો બોલે, તેના હૃદય કપાટો ખોલે, આજ તિરંગો બોલે…તિરંગાને સો સો સલામ, રાષ્ટ્રપ્રેમની જ્યોતને સલામ.” રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

બોટાદ જિલ્લામાં ‘લમ્પી સ્કીન ડીસીઝ’ અન્વયે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળેલ હોઇ, આ રોગ વાયરસથી એક પશુથી બીજા પશુમાં ઝડપથી ફેલાતો હોઇ અને પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોટેલી ઈતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ચેપ ફેલાતો હોઇ, પશુઓના પરિવહન ઉપર પ્રતિબંધ મુકવા જણાવેલ છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગાંધીનગરના તા.૨૬/૦૭/૦૨૨ ના જાહેરનામાથી “લમ્પી સ્કીન ડીસીઝ” અન્વયે કેટલાક નિયંત્રણો મુકેલ છે. જેના “controlled ares” એરીયા માં બોટાદ જિલ્લાનો સમાવેશ થયેલ છે. જેથી જિલ્લામાં વાયરસના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે કેટલાક પ્રતિબંધો…

Read More

તમે તિરંગો ફરકાવો ત્યારે આ વાતો ખાસ ધ્યાનમાં રાખજો

હિન્દ ન્યુઝ, બોટાદ • રાષ્ટ્રધ્વજ ફાટેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ • તિરંગો જે ઊંચાઈએ ફરકતો હોય, તેનાથી વધારે ઊંચે બીજો કોઈ ધ્વજ ન ફરકાવાય • રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ • રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તે ધ્યાન રાખવું • રાષ્ટ્રધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફુલ, તોરણ,હાર વગેરે ન મુકવા જોઈએ • કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ • રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ પાણીમાં તરતી અવસ્થામાં પણ ન હોવો જોઈએ • જો જરૂર હોય…

Read More

આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત દિયોદર ખાતે ત્રિરંગા યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર સમગ્ર દેશ માં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યું છે.ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન ને લઈ ” હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ” અભિયાન શરૂ થયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ દેશભક્તિનો પ્રેમ ઉભરાઈ આવ્યો છે.સમગ્ર રાષ્ટ્રભરમાં ૧૩ ઓગસ્ટ થી હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકા માં રવિવારે વહેલી સવારે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય થી આઝાદ ચોક દિયોદર ખાતે ત્રિરંગા યાત્રા પુરી કરવામાં આવી હતી. દિયોદર વિવિધ સહકારી સંસ્થાઓ સહિત સામાજિક…

Read More

મહીસાગર જિલ્‍લાના ર૦ અમૃત સરોવરો ખાતે ધ્‍વજવંદન થશે

હિન્દ ન્યુઝ, મહીસાગર તા. ૧પમી ઓગસ્‍ટના રોજ સમગ્ર દેશ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. ત્‍યારે જ આ સમયે મહીસાગર જિલ્લાના ૬ તાલુકાઓમાં નવીનીકરણ પામી રહેલ ૭૫ અમૃત સરોવર પૈકી રૂપિયા ૩૪૯.૬૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૨૦ અમૃત સરોવર પર પૂરા આન-બાન-શાાન સાથે તિરંગો લહેરાવવામાં આવશે. જિલ્‍લામાં આ ર૦ અમૃત સરોવરો પર જિલ્‍લા કલેકટર ડૉ. મનિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આજે જિલ્‍લાના જે ર૦ અમૃત સરોવરો ધ્વજવંદન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે તેમાં બાલાસિનોર તાલુકાના સરોડા ફેફરીયા તળાવ,…

Read More

ભાવનગરની તૃષા છુપાવતો શેત્રુંજી ડેમ હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે

હિન્દ ન્યુઝ, ભાવનગર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ગઈકાલથી શરૂ થયેલાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અન્વયે સમગ્ર રાષ્ટ્રમાં તેની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતભૂમિનો એક પણ ખંડ ‘તિરંગા’ વગર ન રહે તેવાં લોકોના સ્વયંભૂ અભૂતપૂર્વ પ્રયાસો થકી ભારતની ધન્ય ધરા આજે તિરંગામય બની છે. ભારતની નદી, સરોવર, ડેમ, પહાડ, રણભૂમિ, વેરાન પ્રદેશ એમ તમામ જગ્યાએ ભારત દેશનું સ્વાભિમાન તિરંગાના લહેરાવવા સાથે છલકાઈ રહ્યું છે. તે ઉપક્રમમાં ભાવનગરની તૃષા છીપાવતો શેત્રુંજી ડેમ ભારતની આન, બાન શાનનાં પ્રતિક એવાં તિરંગાથી લહેરાઈને હવે રાષ્ટ્રભક્તિના પ્રેરણાના પિયૂષ પાઇ રહ્યો છે. આ…

Read More