ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ની ચૂંટણીમાં “લડાયક” પેનલની ભવ્ય જીત

હિન્દ ન્યુઝ, ગોંડલ

ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ 2022 ના હોદ્દેદારોની ચૂંટણી યોજાયેલ હતી. આ ચૂંટણીમાં “લડાયક” પેનલના જુદા જુદા હોદા માટે 6 ઉમેદવારો સહિત કુલ 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તા. 17/12/2021 નાં રોજ સવારે 11 વાગ્યે મતદાન શરૂ થઈને બપોરના 3 વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન થયેલ, મતદાન પૂર્ણ થયા બાદ બપોરે 3.30 વાગ્યે મતગણતરી ચાલુ કરવામાં આવેલ, મતગણતરી ને અંતે પ્રમુખ તરીકે પરેશભાઈ રામાણી – (136 મત), ઉપપ્રમુખ-1 તરીકે એચ.એમ.જાડેજા -(163 મત), ઉપપ્રમુખ-2 તરીકે જે.કે. પારધી-(125 મત) સેક્રેટરી તરીકે ભાવેશભાઈ બી. શીંગાળા-(133 મત), જોઈન્ટ સેક્રેટરી-1 તરીકે વિનયકુમાર બી. રાખોલિયા-(154 મત) તથા જોઈન્ટ સેક્રેટરી-2 તરીકે મિતુલભાઈ ડી. રૈયાણી-(148 મત)સાથે “લડાયક” પેનલ ના તમામ 6 ઉમેદવારો ની ભવ્ય જીત થઈ હતી. આ ભવ્ય જીતને ગોંડલ બાર એસોસિએશન ના સિનિયર , જુનિયર વકીલો, જજો, કોર્ટ સ્ટાફ, ઉમેદવારોના મિત્રો, સાગા સંબંધીઓ અને શુભચિંતકોએ વધાવી હતી અને વિજેતા ઉમેદવારોને હારતોરા કરી, અબીલ ગુલાલ ઉડાડી ફટાકડા ફોડી ને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

અહેવાલ : આશિષ વ્યાસ, ગોંડલ

Related posts

Leave a Comment