આઝાદી કા અમૂર્ત મહોત્સવ અંતર્ગત દિયોદર ખાતે ત્રિરંગા યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર

સમગ્ર દેશ માં ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યું છે.ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન ને લઈ ” હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા ” અભિયાન શરૂ થયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ દેશભક્તિનો પ્રેમ ઉભરાઈ આવ્યો છે.સમગ્ર રાષ્ટ્રભરમાં ૧૩ ઓગસ્ટ થી હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકા માં રવિવારે વહેલી સવારે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય થી આઝાદ ચોક દિયોદર ખાતે ત્રિરંગા યાત્રા પુરી કરવામાં આવી હતી. દિયોદર વિવિધ સહકારી સંસ્થાઓ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા તિરંગા યાત્રા માં જોડાયા હતા. જોકે દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતેથી પદયાત્રા દ્વારા રેલી સ્વરૂપે તિરંગા યાત્રા નીકળી હતી. જે તિરંગા યાત્રા આદર્શ હાઈસ્કુલ હાઈવે વિસ્તાર, રેલ્વે સ્ટેશન, દિયોદર મેઈન બજાર થી આઝાદ ચોક સુધી યાત્રા નીકળી હતી. આ યાત્રા માં મોટી સંખ્યામાં સર્વ રાષ્ટ્ર પ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી.

અહેવાલ : કનુભાઈ જોષી, દિયોદર

Related posts

Leave a Comment