મહીસાગર જિલ્‍લાના ર૦ અમૃત સરોવરો ખાતે ધ્‍વજવંદન થશે

હિન્દ ન્યુઝ, મહીસાગર

તા. ૧પમી ઓગસ્‍ટના રોજ સમગ્ર દેશ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. ત્‍યારે જ આ સમયે મહીસાગર જિલ્લાના ૬ તાલુકાઓમાં નવીનીકરણ પામી રહેલ ૭૫ અમૃત સરોવર પૈકી રૂપિયા ૩૪૯.૬૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૨૦ અમૃત સરોવર પર પૂરા આન-બાન-શાાન સાથે તિરંગો લહેરાવવામાં આવશે. જિલ્‍લામાં આ ર૦ અમૃત સરોવરો પર જિલ્‍લા કલેકટર ડૉ. મનિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આ માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આજે જિલ્‍લાના જે ર૦ અમૃત સરોવરો ધ્વજવંદન કરવાનું આયોજન કરવામાં આવ્‍યું છે તેમાં બાલાસિનોર તાલુકાના સરોડા ફેફરીયા તળાવ, ઓથવાડ પોપટીયા તળાવ, વસાદરા રામેરી તળાવ, લુણાવાડા તાલુકાના થાણા સાવલી તળાવ, કસલાલ વળુ તળાવ, કેળ જેથરીબોર તળાવ, વિરપુર તાલુકાના સરાડીયા તળાવ, ખાટા તળાવ, સંતરામપુર તાલુકાના એન્દ્રા તળાવ, મોહીલાપડ તળાવ, માંચોડ તળાવ, આંજણવા તળાવ, ચિતવા તળાવ, રાણીજીની પાદેડી તળાવ, તલાદરા તળાવ, ઘડા તળાવ, ગામડી તળાવ, હાડાની સરસણ તળાવ, ખાનપુર તાલુકાના ઢોલખાખરા વલોરા તળાવ, મોરખાખરા તળાવનો સમાવેશ થાય છે. આ તળાવોમાં મનરેગા તેમજ લોકભાગીદારીથી રૂપિયા ૩૪૯.૬૧૫ લાખના ખર્ચે અમૃત સરોવર નિર્માણ અંતર્ગત વૃક્ષારોપણ, પેવર બ્લોક, પ્લેટ ફોર્મ અને સ્ટોન ફાઉન્ડેશન સહિતની કામગીરી કરવામાં આવી છે તો કેટલાક તળાવોમાં સ્ટોન પીચિંગની કામગીરી પણ કરાઈ છે. આમ સુંદરતાથી સજ્જ થયેલા આ તળાવો ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગામ લોકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્મ યોજાશે. આમ, જિલ્‍લામાં આકાર પામેલ જે તે ગામના તળાવો સહિતન આકાર પામી રહેલા અમૃત સરોવરો જે તે ગામના નાગરિકો અને ગામની મુલાકાતે આવતા મુલાકાતીઓ અને ગામના સ્‍નેહીજનો માટે એક રમણીય સ્‍થળ બની રહેશે.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

Related posts

Leave a Comment