પાટણ જિલ્લા લાઇવલીહૂડ,મિશન મંગલમ માં રાધનપુર, ચાણસ્મા મેનેજર શૈક્ષણિક લાયકાત વગર અને પાટણ ના એપીએમ ડીસ્ટ્રીક્ટ તરીકે ઉંમર મર્યાદા વગર ભરતી ખોટી થયાના આક્ષેપ સાથે તપાસ શરૂ

હિન્દ ન્યુઝ, રાધનપુર ચાણસ્મા ના લાઇવલીહુડ ના મેનેજર વૈશાલીબેન પટેલ, રાધનપુર મેનેજર તરીકે કમલેશ ઓડ શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી તો એપીએમ ડીસ્ટ્રીક્ટ તરીકે ભરતી થનાર સચિન પટેલ ની ઉંમર સમય મર્યાદા માં આવતી ના હોઈ તપાસ નો દોર શરૂ લાઇવલીહૂડ મિશન મંગલમમાં હંગામી ભરતી કૌભાંડ બાદ લાખો રૂપિયાની ગ્રાન્ટ તે હંગામી કર્મચારીઓને આ સોંપવામાં આવતી હોય છે. જેમાં હંગામી ભરતી હોય તો પણ આચરવામાં ખામી રાખતા નથી, તાજેતરમાં મિશન મંગલમ ના ઓડિટમાં રાધનપુર ખાતે ખામીઓ હોવાની ચર્ચાઓ વેગ પકડ્યો છે. ત્યારે જિલ્લાના હંગામી તાલુકા લાઈવલી હૂડ ચાણસ્મા ના મેનેજર પટેલ…

Read More

જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સૂરત           સૂરત જીલ્લા સંકલન સમિતિની આજે મળેલી બેઠકમાં કલેકટર આયુષ ઓક દ્વારા જાહેર જનતાના પ્રશ્નો સંદર્ભે અઘિકારીઓ સાથે ચર્ચા કરી નિરાકરણ માટે સૂચના આપવામાં આવી હતી. આજની બેઠકમાં ખાસ કરી ને વિવિધ પ્રકારના સરકારી લેહણાંની વસુલાત ઝડપી કરવા અને કચેરીમાં પડતર પ્રશ્નોના નિવારણ માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ચોર્યાસી વિસ્તાર તેમજ પર્વત પાટિયા લિંબાયત વિસ્તાર કોયલી ખાડી અને મીઠી ખાડી ઉપરના દબાણોના કારણે પાણી સરળતાથી વહેણમાં ખુબ જ અવરોધ આવી રહ્યા છે. કલેકટર આયુષ ઓક દ્વારા સિંચાઇ વિભાગના ઇજનેરોને મીઠી ખાડી અને…

Read More

કૃષિ અને ઉર્જા રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇવે અને ગ્રામ્ય રસ્તાઓની સમીક્ષા કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સુરત  ભારે વરસાદના કારણે બિસ્માર થયેલા નેશનલ હાઇવે, ગ્રામ્ય અને સ્ટેટના રસ્તા ઓની સમારકામની કામગીરી અંગે રાજ્યના કૃષિ અને ઊર્જા રાજયમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર આયુષ ઓકની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે ૮, એક્સપ્રેસ હાઇવે ના પ્રશ્નોના નિવારણ માટે મળેલી બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે સહિત પલસાણા, માંડવી, કામરેજ, બારડોલી, કડોદરા સહીતના વિસ્તારોના રસ્તાઓ બાબતે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સંદિપ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું તુરત જ રીકારપેટીગ કરવા અને જ્યાં કામ શરૂ કર્યું હોય…

Read More

જંતુનાશક દવાઓના ઉપયોગ સમયે ખડૂતો આટલી કાળજી રાખે

હિન્દ ન્યુઝ, સુરત    ખરીફ સિઝનમાં ખેતીપાકોમાં રોગ-જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે ખેડૂતમિત્રો અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરતાં હોય છે. શક્ય હોય ત્યાં સુધી સંકલિત જીવાત નિયંત્રણ અપનાવવાથી સાવધાનીથી અને ઓછા ખર્ચે રોગ-જીવાતોનું નિયંત્રણ થતું હોય છે. તેમ છતાં જો જંતુનાશક દવાનો ઉપયોગ કરવાનો થાય તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ નિયત પદ્ધતિઓથી છંટકાવ કરવો જોઈએ. અને છંટકાવ વખતે નીચે મુજબની બાબતો ધ્યાને રાખવા સંબંધિત ખેડૂતોને ભલામણ છે. જંતુનાશક દવાઓના ઉપયોગ પહેલાં ધ્યાનમાં રાખવાની કાળજીઓમાં જોઈએ તો-  સૌપ્રથમ જંતુનાશક દવાઓને કબાટમાં કે અન્ય…

Read More

મહુવા તાલુકાના ઉમરા ગામે આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, મહુવા મહુવા તાલુકામાં અંબિકા નદી કિનારે આવેલું અને પ્રકૃતિની ગોદમાં વસેલા ઉમરા ગામના લોકો ગૌરવભેર કહે છે કે “અમે ઉમરા ગામના છીએ,” એવા ઉમરા ગામમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, ખેતી, પશુપાલન, અને ગામના યુવાનો માટે સૂરત શહેરમાં મળતી રોજગારી, લગભગ પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતા ઉમરવા ગામ ૧૬૧૫ હેકટર જમીન વિસ્તાર ધરાવે છે જે પૈકી ૬૦૩ હેકટર વન વિસ્તાર છે. ૯૮ ટકા આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ એક બીજી રીતે પણ ફિલ્મી ઇતિહાસ માં યાદગાર છે. ૧૯૫૭માં બનેલી લોકપ્રિય ફિલ્મ “મધર ઇન્ડિયા”નું કેટલુંક મહત્વનું ફિલ્માંકન ઉમરા ગામે થયું હતું…

Read More

પ્રધાનમંત્રીની ૧૩ જેટલી વિવિધ ફ્લેગશીપ યોજનાઓની લક્ષ્યાંક સિધ્ધિની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરતાં જિલ્લા પ્રભારી સચિવ એમ.એ.ગાંધી

હિન્દ ન્યુઝ, રાજપીપલા           ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધીએ આજે રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત “ટીમ નર્મદા” ના સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીની ૧૩ જેટલી વિવિધ ફ્લેગશીપ યોજનાઓની જરૂરી સમીક્ષા કરી હતી અને સમગ્ર રાજ્યમાં આ યોજનાઓના અમલીકરમાં પાંચમો ક્રમ હાંસલ કરવા બદલ જિલ્લા પ્રસાશન દ્વારા આ દિશામાં કરાયેલી પ્રગતિને બિરદાવી “ટીમ નર્મદા” ને અભિનંદન આપ્યાં હતાં. નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેક્ટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પ્રસાશનનાં…

Read More

ડાંગ જિલ્લા “નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ – 2022” આહવા ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ “માનવ કલ્યાણ માટે વિજ્ઞાન અને તંત્રજ્ઞાન” વિષય આધારિત એનસીએસએમ નેટવર્ક દ્વારા ભારતવર્ષ મા નેશનલ સાયન્સ સ્ટ્રામાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પુરસ્કૃત પ્રયોગ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગ આવા દ્વારા તારીખ 20/09/ 2022 મંગળવારના રોજ સવારે 10:30 આહવા ખાતે ડાંગ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ – 2022 નુ આયોજન કરવામા આવેલ છે. જેમા ડાંગ જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓને આમંત્રિત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિજેતા ટીમને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામા આવશે, તેમજ અન્ય…

Read More

ધ્રાંગધ્રા પોલીસ દ્વારા મેળામાં આવારા તત્વો પર રહેશે બાજ નજર બોડી વોન , સીસીટીવી સહીત સુવિધા થી સજ્જ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે ત્યારે ધાંગધ્રા શહેરમાં યોજાયેલો જન્માષ્ટમીના મેળા નિમિત્તે પોલીસ દ્વારા સમગ્ર મેળા કમ્પાઉન્ડમાં તારીખ ૧૭/૦૮/૨૦૨૨ થી તારીખ ૨૧/૦૮/૨૦૨૨ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત 310 જેટલા પોલીસ કર્મચારીઓને લગાડવામાં આવ્યા છે મેળાના મેદાનમા જેમાં ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ., પો. હેડ. કોન્સ્ટેબલ, એસ.આર.પી., એસ.આર.ડી. જી.આર.ડી. સહિત કર્મચારીઓને ચુસ્ત બંદોબસ્ત માં ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે ડ્રોન કેમેરા ઉપરાંત સીસીટીવી કેમેરા આ ઉપરાંત પ્રથમ વખત બોડીવોર્ન કેમેરા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત કંટ્રોલરૂમમાં…

Read More

રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન -૨૦૨૨નું નવી દિલ્હીમાં સમાપન

હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪થી ડીજીપી સંમેલનનું સ્વરૂપ બદલવાનો પ્રયાસ કર્યો છે અને તેનું વિશ્લેષણ કર્યા બાદ આપણે ઘણી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં સફળ પણ રહ્યા છીએ. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓને દરેક રાજ્યોએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. આ દેશ અને યુવાનોના ભવિષ્યની લડાઈ છે, જેના માટે આપણે એક દિશામાં એક સાથે લડીને કોઈપણ પરિસ્થિતિમાં જીતવાનું લક્ષ્ય છે એમ તેમણે ઉમેર્યું હતું. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ સંમેલન – ૨૦૨૨નું સમાપન સંમેલનમાં સુરક્ષા વર્તમાન પડકારો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં…

Read More

સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલન યોજ્યું

હિન્દ ન્યુઝ, ગુજરાત                મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સમગ્ર ગુજરાતના રાવળયોગી સમાજના સ્નેહમિલનમાં જણાવ્યું કે છેવાડાનો માનવી પણ વિકાસની મુખ્ય ધારામાં આવે તેવી પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વની કેન્દ્ર સરકારે દરેક કલ્યાણ યોજનાઓ ઘડી છે. વડાપ્રધાનએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને ટીમ ગુજરાત તરીકે અમે આગળ ધપાવી રહ્યા છીએ અને નાનામાં નાના માનવીને પડતી મુશ્કેલીઓ દૂર થાય તેવા સંકલ્પ સાથે અમે કાર્યરત છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાનએ વિકાસની રાજનીતિનો જે…

Read More