કૃષિ અને ઉર્જા રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇવે અને ગ્રામ્ય રસ્તાઓની સમીક્ષા કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સુરત 

ભારે વરસાદના કારણે બિસ્માર થયેલા નેશનલ હાઇવે, ગ્રામ્ય અને સ્ટેટના રસ્તા ઓની સમારકામની કામગીરી અંગે રાજ્યના કૃષિ અને ઊર્જા રાજયમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર આયુષ ઓકની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે ૮, એક્સપ્રેસ હાઇવે ના પ્રશ્નોના નિવારણ માટે મળેલી બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા નેશનલ હાઇવે સહિત પલસાણા, માંડવી, કામરેજ, બારડોલી, કડોદરા સહીતના વિસ્તારોના રસ્તાઓ બાબતે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર, જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સંદિપ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોનું તુરત જ રીકારપેટીગ કરવા અને જ્યાં કામ શરૂ કર્યું હોય તેમાં ઝડપ લાવી વાહન ચાલકોને રાહત મળે તે રીતે કામગીરી કરવાની તાકીદ કરી હતી. આ બેઠકમાં કામરેજ, કડોદરા, પલસાણા, બારડોલી, સૂરત અને અંકલેશ્વર સુધી ના ને. હા.ના રસ્તા તેમજ પડેલા ખાડાઓના કારણે થતો ટ્રાફિક અને ને. હાઇવે ૪૮, ૫૨, ૫૩, અને ગ્રામજનોની સમસ્યાઓ બાબતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય ઈશ્વરભાઇ પરમાર દ્વારા વિસ્તૃત રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રીએ બેઠકમાં જીલ્લાના ગ્રામ્ય અને સ્ટેટના રસ્તા માટેની રજૂઆતની પણ ઈજનેરઓને નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી. કલેકટર કચેરી ખાતે આયુષ ઓક દ્વારા ને. હા.ના અધિકારીઓ સાથેની બેઠકમાં જમીન સંપાદન સંદર્ભે માર્ગદર્શન આપી તુરત જ નિરાકરણ કર્યું હતું. આજની બેઠકમાં ને.હાઇવે ના ડી.જી.એમ.( પ્રોજેક્ટ ડાયરેક્ટર) તુષાર વ્યાસ, સી.જી.એમ.અખિલ ખરે ઈજનેર સૂરજ કુમાર, જમીન સંપાદન અઘિકારી કે. આર.પટેલ , ડી.એલ. આર. અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment