ડાંગ જિલ્લા “નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ – 2022” આહવા ખાતે યોજાશે

હિન્દ ન્યુઝ, ડાંગ

“માનવ કલ્યાણ માટે વિજ્ઞાન અને તંત્રજ્ઞાન” વિષય આધારિત એનસીએસએમ નેટવર્ક દ્વારા ભારતવર્ષ મા નેશનલ સાયન્સ સ્ટ્રામાં ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પુરસ્કૃત પ્રયોગ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગ આવા દ્વારા તારીખ 20/09/ 2022 મંગળવારના રોજ સવારે 10:30 આહવા ખાતે ડાંગ જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ – 2022 નુ આયોજન કરવામા આવેલ છે. જેમા ડાંગ જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓને આમંત્રિત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લા વિજેતા ટીમને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામા આવશે, તેમજ અન્ય ટીમોને સહભાગીતા પ્રમાણપત્ર આપવામા આવશે. જિલ્લા કક્ષાના નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ – 2022 વધુમા વધુ શાળાઓ ભાગ લે તેવું કોર્ડીનેટર આર.ડી સૂર્યવંશી દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

Leave a Comment