ધ્રાંગધ્રા પોલીસ દ્વારા મેળામાં આવારા તત્વો પર રહેશે બાજ નજર બોડી વોન , સીસીટીવી સહીત સુવિધા થી સજ્જ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે ત્યારે ધાંગધ્રા શહેરમાં યોજાયેલો જન્માષ્ટમીના મેળા નિમિત્તે પોલીસ દ્વારા સમગ્ર મેળા કમ્પાઉન્ડમાં તારીખ ૧૭/૦૮/૨૦૨૨ થી તારીખ ૨૧/૦૮/૨૦૨૨ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત 310 જેટલા પોલીસ કર્મચારીઓને લગાડવામાં આવ્યા છે મેળાના મેદાનમા જેમાં ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ., પો. હેડ. કોન્સ્ટેબલ, એસ.આર.પી., એસ.આર.ડી. જી.આર.ડી. સહિત કર્મચારીઓને ચુસ્ત બંદોબસ્ત માં ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે ડ્રોન કેમેરા ઉપરાંત સીસીટીવી કેમેરા આ ઉપરાંત પ્રથમ વખત બોડીવોર્ન કેમેરા લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત કંટ્રોલરૂમમાં સતત સીસીટીવી ઉપર મોનિટરિંગથી આવારા તત્વો તેમજ ગેર કાનુની પ્રવૃતિ કરનાર તમામ ઉપર પોલીસે દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે નજર રાખવામાં આવી છે.

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment