પ્રધાનમંત્રીની ૧૩ જેટલી વિવિધ ફ્લેગશીપ યોજનાઓની લક્ષ્યાંક સિધ્ધિની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરતાં જિલ્લા પ્રભારી સચિવ એમ.એ.ગાંધી

હિન્દ ન્યુઝ, રાજપીપલા

          ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એમ.એ.ગાંધીએ આજે રાજ્યકક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ સહિત “ટીમ નર્મદા” ના સંબંધિત અમલીકરણ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીની ૧૩ જેટલી વિવિધ ફ્લેગશીપ યોજનાઓની જરૂરી સમીક્ષા કરી હતી અને સમગ્ર રાજ્યમાં આ યોજનાઓના અમલીકરમાં પાંચમો ક્રમ હાંસલ કરવા બદલ જિલ્લા પ્રસાશન દ્વારા આ દિશામાં કરાયેલી પ્રગતિને બિરદાવી “ટીમ નર્મદા” ને અભિનંદન આપ્યાં હતાં. નર્મદા જિલ્લામાં રાજપીપલા કલેક્ટરાલયના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પ્રસાશનનાં ઉક્ત સનદી અધિકારીઓ ઉપરાંત નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, પ્રાંત અધિકારી શૈલેષભાઇ ગોકલાણી અને આનંદ ઉકાણી, નાયબ કલેકટર શ્રીમતી તૃપ્તિ પટેલ ઉપરાંત કૃષિ, પશુપાલન, સિંચાઇ, DGVCL, માર્ગ અને મકાન, પાણી પુરવઠા-વાસ્મો, આરોગ્ય , એસ ટી વગેરે જેવા વિભાગોના અધિકારીઓ સાથે યોજાયેલી આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા પ્રભારી સચિવ એમ.એ.ગાંધીએ ઉત્કર્ષ પહેલ PM કિસાન સન્માન નીધિ, જલ જીવન મિશન અને અમૃત, સ્વામીત્વ, સ્વનીધિ, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, આયુષ્માન ભારત યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ (મત્સ્યોદ્યોગ કૃષિ અને પશુપાલન), સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી-ગ્રામીણ), ભારત નેટ (OFC) ભારત નેટ (ફેઝ-૨) વગેરે જેવી યોજનાઓ અંતર્ગત જિલ્લાને ફળવાયેલ લક્ષ્યાંક અને હાંસલ કરાયેલ લક્ષ્યાંક સિધ્ધિ સહિતની તેમણે વિસ્તૃત સમીક્ષા કરી હતી અને બાકી રહેલ લક્ષ્યાંક ઝડપથી નિયમ સમયાવધિમાં પૂર્ણ થાય તે અંગે શ્રી ગાંધીએ “ટીમ નર્મદા” ને જરૂરી માર્ગદર્શન સાથે સૂચના આપી હતી

Related posts

Leave a Comment