મહુવા તાલુકાના ઉમરા ગામે આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, મહુવા

મહુવા તાલુકામાં અંબિકા નદી કિનારે આવેલું અને પ્રકૃતિની ગોદમાં વસેલા ઉમરા ગામના લોકો ગૌરવભેર કહે છે કે “અમે ઉમરા ગામના છીએ,” એવા ઉમરા ગામમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, ખેતી, પશુપાલન, અને ગામના યુવાનો માટે સૂરત શહેરમાં મળતી રોજગારી, લગભગ પાંચ હજાર જેટલી વસ્તી ધરાવતા ઉમરવા ગામ ૧૬૧૫ હેકટર જમીન વિસ્તાર ધરાવે છે જે પૈકી ૬૦૩ હેકટર વન વિસ્તાર છે. ૯૮ ટકા આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ એક બીજી રીતે પણ ફિલ્મી ઇતિહાસ માં યાદગાર છે. ૧૯૫૭માં બનેલી લોકપ્રિય ફિલ્મ “મધર ઇન્ડિયા”નું કેટલુંક મહત્વનું ફિલ્માંકન ઉમરા ગામે થયું હતું અને આજે પણ એની યાદો તાજી છે. અહીં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા (પટેલ)ના પ્રયાસો થી અંબિકા નદી ઉપર રાજ્ય સરકારે લગભગ રૂ. ૨૦ કરોડના ખર્ચે એક પુલનું નિર્માણ થયું છે ગામ લોકોએ ફિલ્મ મધર ઇન્ડિયાની યાદમાં આ પુલનું નામકરણ “ભારત માતા” સેતુ (પુલ) રાખ્યું છે. ગ્રામજનો કહે છે કે, અમારા ધારાસભ્યએ મહુવા વાલોડ વિસ્તારમાં ૪૬ જેટલા નાના મોટા પુલોના નિર્માણ અને રસ્તા જેવી માળખાગત સુવિધા ઉભી કરાવવામાં મહત્વનું યોગદાન રહ્યું છે, તેના કારણે આ વિસ્તારના ગામડાઓમાં ખેતી પશુપાલન અને વિવિધ આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. ઉમરા ગામમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને તિરંગા યાત્રા સહિત અનેક કાર્યક્રમોની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. સ્વતંત્રતા પર્વ દિનની રાત્રીએ મહુવા તાલુકાના તમામ ગામોની શાળાઓ અને યુવક યુવતીઓ અને નાના બાળકો એ આઝાદીના જંગ માં પોતાનું જીવન ન્યોછાવર કરનાર વીરરસથી ભરપુર લડવૈયાને યાદ કરતી વીર ગાથાઓ ,નૃત્ય સંગીત, નાટીઓકાથી ભરપુર કાર્યક્રમોનું આયોજન કર્યું. ઉમરા અને આજુબાજુના ગામોના લોકો જોવા ઉમટ્યા હતા. આઝાદી ઉજવણી કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોની હાજરીમાં ઉમરા સરપંચશ્રી અજયભાઈ પટેલ, ઉપસરપંચ કલ્પેશભાઈ પટેલ, હળદવા સરપંચ શ્રીમતિ અરુણાબહેન પટેલ, ડે.સરપંચ મયુર કુમાર પટેલ, ઉમરા તરકાણી તાલુકા પંચાયત સભ્ય ચંદ્રેશભાઈ પટેલ અને અનાવલ જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ સંગીતાબહેન આહીર અને આગેવાનોએ ધારાસભ્ય મોહનભાઈ ઢોંડીયા(પટેલ) અને પરિવારજનોનું જાહેરનું સન્માન કર્યું, ત્યારે ઉપસ્થિત ગ્રામજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. ધારાસભ્ય મોહનભાઈ કહે છે કે આ વિસ્તારમાં ઉદવહન સિંચાઇ વ્યવસ્થા સફળ રહી છે. નવ નદી અને નાળાનો આ વિસ્તારના ગામડાઓના લોકોની અવરજવરવાળા મહત્વ ના પુલોને સોલાર લાઈટોથી સજજ કરવાનું આયોજન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારના કંજોરવડીયા ગામે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના શુભહસ્તે એક પુલનું ખાતમુહૂર્ત થયું ત્યારથી આ વિસ્તારમાં વિકાસનો પાયો નંખાયો. જે અવિરત છે.

આ વિસ્તારમાં જનસમૂહ ના સુવિધા અને વિકાસ ના કામો માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, કાછલ ગામે સાયન્સ કોલેજ, બુહારી ખાતે તળાવનું બ્યુટીફીકેશન, પિકનિક સ્થાન, પ્રોટેક્શન વોલ અને આ વિસ્તાર તેમજ અન્ય જીલ્લાના વિસ્તારોના આદિવાસી સમાજ માટે મરણોત્તર વિધિ અને અગિયારમુંની વિધિ માટે સુંદર સુચારુ અને સુવિધાયુક્ત માળખાગત સુવિધાઓના નિર્માણ માટે રૂ. દસ કરોડની મંજૂરી અને ફંડની પ્રાપ્તિ માટે પણ ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા(પટેલ) સફળ રહ્યા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબસેન્ટર જરૂરીયાત મુજબ ૧૦૦ ટકા મંજુર કરાવી મકાન લોકાર્પણ કર્યા છે. સાયન્સ કોલેજ કાછલ ખાતે મંજુર “ભારત માતા સેતુ” (પુલ)ના નિર્માણકાર્યમાં ઇજનેરો સર્વ પી.એલ.પટેલ, એમ.વી. અટોદરિયા, જીજ્ઞેશભાઈ પટેલની ટીમ કામે લાગી હતી.

Related posts

Leave a Comment