કમાલપુર પે કેન્દ્ર શાળા ના આંગણે ઉજવાયો શાળા પ્રવેશોત્સવ

હિન્દ ન્યુઝ, રાધનપુર

શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ ધોરણ ૧ તેમજ નાના ભૂલકા નો આંગણવાડી કેન્દ્ર પ્રવેશ ખૂબ જ ઉત્સાહ ભેર ઉજવવામાં આવ્યો. રાધનપુર તાલુકાના કમાલપુર ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો જેમાં ધોરણ ૧ ના નાના ભૂલકાઓ નો આંગણવાડી કેન્દ્ર પ્રવેશ તેમજ કમાલપુર સ્કૂલ મા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૦ નું કરવામાં આવ્યું આયોજન જેમાં નીચે મુજબ પ્રવેશ ઉત્સવની વિશેષતા થી ઉજવવવામાં આવ્યો હતો..

પ્રથમ ધોરણના ૧ ના બાળકો તેમજ આંગણવાડી કેન્દ્રમાં સંયુક્ત ઉપક્રમે પ્રવેશ આપવામાં આવ્યો હતો.SMC અધ્યક્ષ ભીખાભાઈ ભરવાડ તરફથી પણ બાળકોને કીટની ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધોરણ ૩ થી ૮ સુધીના તેજસ્વી બાળકો ને પ્રથમ નંબર મેળવનાર ને શાળા તરફથી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું નવોદય પરીક્ષા અને એન.એમ.એમ.એસ ની એક્ઝામ પાસ કરનાર બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આવનાર તમામ મહેમાનો નું સ્વાગત શ્રીમદ્ ભગવત ગીતાજી (જીવન ગ્રંથ) પુસ્તકથી તેમજ શાબ્દિક સ્વાગત  વિરમભાઇ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.

રૂડો ચંદરવો ગીત”સ્વાગત ગીતથી નાના ભૂલકાઓ પ્રવેશ પામનાર બાળકો તેમજ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું. ગામના અગ્રણી શ્રીમાન પી.એમ.ચૌધરી , શિક્ષણવિદ આદરણીય શિવદાનજી બાપુ, ગામના ઉત્સાહી આચાર્ય હેંગાભાઈ ભરવાડ ગામ નું શિક્ષણ કેવી રીતે ઊંચુ આવે અને બાળકો સફળ થાય તે બાબતે ચિંતન કર્યું હતું પાટણ થી પધારેલ પ્રોજેક્ટ ઓફિસર સોલંકી મેડમ દ્રારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકાય તેની પણ સરસ માહિતી આપવામાં આવી હતી.

આચાર્ય હેંગાભાઈ દ્વારા નવો યુનિફોર્મ (ગણવેશ) ધોરણ 1 થી 8 ના બાળકોનો નવીન સિલેક્ટ કરવાનું હોય તેની જાહેરાત કરવામાં આવી તેમજ ગામમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ,યુવાનો,વડીલો, સરપંચ, તાલુકા સદસ્ય વેલાભાઇ ભરવાડ, SMC, દાતાઓ તમાંમ કાર્યક્રમ મા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપનાર તમામ અધિકારી અને પદાધિકારી, વડીલો, આગેવાનો, યુવાનોની આભાર વિધિ ભરતભાઈ પરમાર સર, સી.આર.સી.કો-ઓર્ડીનેટર, કમાલપુર દ્વારા કરવામાં આવી હતી. પાટણ થી પધારેલ મુખ્ય મહેમાન અધિકારી મેડમ ગૌરીબેન સોલંકી ડીષ્ટ્રિક પ્રોજેક્ટ ઓફીસર, સમાજ કલ્યાણ કલેકટર કચેરી, પાટણ દ્રારા આપણે જીવીએ છીએ તે પ્રાણદાતા તેમજ વરસાદ લાવનાર અને ચોવીસ કલાક પ્રાણવાયુ આપનાર વૃક્ષો એવા પીપળાઓ નું વૃક્ષારોપણ કરી બાળકો અને મહેમાનોને શુંરુચિ અલ્પાહાર નાસ્તા માં બટાકા પૌવા આપી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.

    પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સો ટકા સફળ રહ્યો ! સફળતામાં ભૂમિકા ભજવનાર તમામ સારસ્વત સાથીઓ, આચાર્ય, SMC, સી.આર.સી.કો-ઓર્ડીનેટર, પ્રથમ ધોરણ અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોના વાલીગણ, ચાલુ અભ્યાસ કરતા તમામ બાળકો આ શાળા માં આમંત્રિત તમામ મહેમાનો નો કમાલપુર શાળા આચાર્ય તેમજ શાળા પરિવાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી .

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment