પાટણ જિલ્લા લાઇવલીહૂડ,મિશન મંગલમ માં રાધનપુર, ચાણસ્મા મેનેજર શૈક્ષણિક લાયકાત વગર અને પાટણ ના એપીએમ ડીસ્ટ્રીક્ટ તરીકે ઉંમર મર્યાદા વગર ભરતી ખોટી થયાના આક્ષેપ સાથે તપાસ શરૂ

હિન્દ ન્યુઝ, રાધનપુર

ચાણસ્મા ના લાઇવલીહુડ ના મેનેજર વૈશાલીબેન પટેલ, રાધનપુર મેનેજર તરીકે કમલેશ ઓડ શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી તો એપીએમ ડીસ્ટ્રીક્ટ તરીકે ભરતી થનાર સચિન પટેલ ની ઉંમર સમય મર્યાદા માં આવતી ના હોઈ તપાસ નો દોર શરૂ

લાઇવલીહૂડ મિશન મંગલમમાં હંગામી ભરતી કૌભાંડ બાદ લાખો રૂપિયાની ગ્રાન્ટ તે હંગામી કર્મચારીઓને આ સોંપવામાં આવતી હોય છે. જેમાં હંગામી ભરતી હોય તો પણ આચરવામાં ખામી રાખતા નથી, તાજેતરમાં મિશન મંગલમ ના ઓડિટમાં રાધનપુર ખાતે ખામીઓ હોવાની ચર્ચાઓ વેગ પકડ્યો છે. ત્યારે જિલ્લાના હંગામી તાલુકા લાઈવલી હૂડ ચાણસ્મા ના મેનેજર પટેલ વૈશાલીબેન, રાધનપુરના મેનેજર કમલેશભાઈ ઓડ તથા એપીએમ ડિસ્ટ્રિક્ટ તરીકે ભરતી થનાર સચિન પટેલ ઉંમરની મર્યાદામાં આવતા ના હોવાથી ગંભીર આક્ષેપો સાથે પીજી પોર્ટલ પર રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
પાટણ જિલ્લામાં અગાઉ કરાર આધારિત ભરતી થયેલા કેટલાક કર્મચારીઓની લાયકાત મામલે સવાલો ઉભા થયા છે. રજૂઆત થતા છેક ગાંધીનગરની સમગ્ર મામલે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે. લાઈવલી હુડ એટલે કે મિશન મંગલમ હેઠળ વર્ષ 2018 19 માં ભરતી થયેલા આ ત્રણ કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ મામલે આશંકા બની છે. આથી વડી કચેરીના જોઈન્ટ એમડીએ પાટણ સહિત અનેક ડીઆરડી એના નિયામકને પત્ર લખી નામજોગ કર્મચારીઓની વિગતો મોકલી આપવા હુકમ કર્યો છે. વડી કચેરી નો પત્ર જિલ્લામાં આવતા ડીઆરડી ની મિશન મંગલમ શાખામાં હડકંપ મચી ગયો છે.

ગાંધીનગર સ્થિતિ જીએલપીસી હેઠળ દરેક જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખામાં વિવિધ પોસ્ટ ઉપર જે તે સમયે કરાર આધારિત અનેક જગ્યાઓ ભરવામાં આવી હતી. જેમાં પાટણ જિલ્લા સહિત રાજ્યભરમાં અંદાજે 50થી વધુ કર્મચારીઓની શૈક્ષણિક લાયકાત અને અનુભવ મામલે ચોકાવનારી રજૂઆત થઈ છે. નામ જોગ યાદી સાથે રજૂઆત થતા ગાંધીનગર સ્થિતિ જીએલપીસી ના જોઈન્ટ એમડીએ તાત્કાલિક અસરથી સંબંધીત ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં પાટણ જિલ્લાની વાત કરીએ તો આઉટસોર્સ એજન્સી મારફતે પાટણ જિલ્લામાં વર્ષ 2018 19 દરમિયાન ભરતી થયેલા ત્રણ કર્મચારીઓને શૈક્ષણિક લાયકાત અને અનુભવ મામલે સ્પષ્ટતા મોકલી આપવા આદેશ થયો છે. રાધનપુર અને ચાણસ્મા તાલુકાના લાઈવલી હુડ મેનેજર અને એક એપીએમ ડિસ્ટ્રિક્ટ ની વિગતો મંગાવવામાં આવી છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા લાઈવલી હુડ મેનેજર તરીકે ભરતી થયેલા કમલેશ ઓડ પૂરતો અનુભવ ધરાવતા નહોતા. ચાણસ્મા તાલુકા લાઈવલી હુડ મેનેજર પટેલ વૈશાલીબેન જોગવાઈ મુજબ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી તેવી રજૂઆત થતા જીએસપીસી દ્વારા હાલ ખરાઈ કરવામાં આવી રહી છે. આ સાથે એપીએમ ડિસ્ટ્રિક્ટ તરીકે ભરતી થયેલા સચિન પટેલ ભરતી સમયે ઉંમરની મર્યાદામાં આવતા નહોતા એવા આક્ષેપ સાથેની રજૂઆત પીજી પોર્ટલ ઉપર રજૂઆત થતા જીએસપીસી દ્વારા સમગ્ર મામલે પાટણ ડીઆરડીએ ડાયરેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આગામી 27 ઓગસ્ટ સુધીમાં વિગતો મોકલી આપવા પણ જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment