“હર ઘર તિરંગા” પદયાત્રા આરોગ્ય મંત્રી તેમજ મહાનુંભાવોની ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે અનેક લોકોના ઉત્સાહ વચ્ચે યોજાઇ લાંબી તિરંગા પદયાત્રા યોજાઇ

હિન્દ ન્યુઝ, અમદાવાદ સમગ્ર દેશ આઝાદીનું અમૃત પર્વ મનાવી રહ્યો છે,આખું રાષ્ટ્ર અમૃત પર્વના રંગે રંગાય ગયું છે.અમૃત કાળએ આપણી પરિપક્વ લોકશાહીનું સૂચક છે.આ અમૃત કાળએ આપના સ્વતંત્ર સેનાનીઓને પોતાના દિલમાં હંમેશા જીવંત રાખવાનું પર્વ છે. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તિરંગોએ આપણી આન-બાન અને શાનનું પ્રતિક છે,એ આપણી ઐતિહાસિક ધરોહર છે.બેન્ડની સુરાવલિઓ-વિદ્યાર્થીઓ-શહેરશ્રેષ્ઠીઓએલાંબી તિરંગા યાત્રામાં જોડાયને રાષ્ટ્રભક્તિમાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા દરમિયાન આરોગ્ય મંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ તિરંગા યાત્રામાં ભૂતપૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, સાંસદ શારદાબેન,ખેરાલુ ધારાસભ્ય અજમલજી,કડી ધારાસભ્ય…

Read More

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંજાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાકક્ષાના ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજારના આહિર ભવન ખાતે થશે ત્યારે આજરોજ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડ દ્રારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને નિવાસી અધિક કલેકટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને કાર્યક્રમના આયોજન સંબંધિત સૂચનાઓ આપી હતી. જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને પણ નિવાસી અધિક કલેકટરએ નિહાળી હતી. કાર્યક્રમ નિયત રૂપરેખા મુજબ જ યોજાઈ તે બાબતે અધિકારીઓને તકેદારી રાખવા તેઓએ સૂચન કર્યું હતું. કાયદો અને…

Read More

તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ એક જ દિવસમાં રૂ.૧,૨૨,૧૧,૧૯૬/- (એક કરોડ બાવીસ લાખ અગિયાર હજાર એકસો છન્નું પુરા)ની આવક આવાસના હપ્તા પેટે

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ એક જ દિવસમાં રૂ.૧,૨૨,૧૧,૧૯૬/- (એક કરોડ બાવીસ લાખ અગિયાર હજાર એકસો છન્નું પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૨/૦૮/૨૦૨૨ સુધીમાં રૂ.૭,૧૦,૭૬,૪૭૮/- (સાત કરોડ દસ લાખ છોતેર હજાર ચારસો અઠયોતેર…

Read More

મુખ્યમંત્રીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુરનાં પ્રાદેશિક કેન્દ્રોના ભવનનું ભૂમિપૂજન

હિન્દ ન્યુઝ, ભાવનગર         ગુજરાત રાજ્યની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુરનાં પ્રાદેશિક કેન્દ્રોના ભવનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ને NAACમાં મળેલ A++ રેન્ક બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે રાજ્ય માટે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. શિક્ષણે લોકો સુધી પહોંચવું જોઈએ, એવા સ્વામી વિવેકાનંદના વિચારને BAOU ચરિતાર્થ કરી રહી છે અને રાજ્યના ઘરે ઘરે જ્ઞાનની ગંગા પહોંચાડી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ BAOU દ્વારા છેવાડેના…

Read More

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૬ પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી દૂધ, દુધની બનાવટ, ફરાળી પેટીસ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.   (૧)રાધેશ્યામ ડેરી ફાર્મ (૨)શ્રીનાથજી ફરસાણ માર્ટ (૩)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૪)જય જલારામ સ્વીટ & નમકીન (૫)વરિયા ફરસાણ (૬)માટેલ ફૂડ ઝોન (૭)પ્રભાત ડેરી ફાર્મ (૮)શ્રી રામ ડેરી ફાર્મ (૯)પટેલ વિજય ડેરી ફાર્મ (૧૦)શ્યામ ડેરી ફાર્મ (૧૧)શંકર વિજય ડેરી ફાર્મ (૧૨)શ્યામ સ્વીટ (૧૩)ભગીરથ ફરસાણ & સ્વીટ (૧૪)મોમાઈ…

Read More