જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંજાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

હિન્દ ન્યુઝ, ભુજ

કચ્છ જિલ્લાકક્ષાના ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજારના આહિર ભવન ખાતે થશે ત્યારે આજરોજ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજાએ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડ દ્રારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને નિવાસી અધિક કલેકટરએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને કાર્યક્રમના આયોજન સંબંધિત સૂચનાઓ આપી હતી.

જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને પણ નિવાસી અધિક કલેકટરએ નિહાળી હતી. કાર્યક્રમ નિયત રૂપરેખા મુજબ જ યોજાઈ તે બાબતે અધિકારીઓને તકેદારી રાખવા તેઓએ સૂચન કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન અંગેની વિગતો મેળવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને નિવાસી અધિક કલેકટરએ નિહાળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજાર ખાતે થશે. આ પ્રસંગે સુચારુ આયોજન થાય તે માટે રિહર્સલ કાર્યક્રમને નિવાસી અધિક કલેકટરએ નિહાળ્યો હતો.

આ પ્રસંગે અગ્રણી ત્રિકમભાઈ આહિર, અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિપુલ પટેલ અને મુકેશ ચૌધરી, મામલતદાર મેહુલ ડાભાણી, અંજાર ચીફ ઓફિસર પારસ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ હરેશ મકવાણા, નાયબ‌ કાર્યપાલક ઈજનેર મયંક શાહ, સીડીએમઓ ડૉ. કશ્યપ બૂચ, ડૉ.જૈનુલ ખત્રી, ડૉ.અમીન અરોરા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવ અંજારીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

Leave a Comment