તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ એક જ દિવસમાં રૂ.૧,૨૨,૧૧,૧૯૬/- (એક કરોડ બાવીસ લાખ અગિયાર હજાર એકસો છન્નું પુરા)ની આવક આવાસના હપ્તા પેટે

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ એક જ દિવસમાં રૂ.૧,૨૨,૧૧,૧૯૬/- (એક કરોડ બાવીસ લાખ અગિયાર હજાર એકસો છન્નું પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે તા.૦૧/૦૮/૨૦૨૨ થી તા.૧૨/૦૮/૨૦૨૨ સુધીમાં રૂ.૭,૧૦,૭૬,૪૭૮/- (સાત કરોડ દસ લાખ છોતેર હજાર ચારસો અઠયોતેર પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૧૨/૦૮/૨૦૨૨ સુધીમાં રૂ.૬૧,૭૫,૭૯,૪૦૪/- (એકસઠ કરોડ પંચોતેર લાખ ઓગણએશી હજાર ચારસો ચાર પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.

હાલમાં જ નિયત હપ્તા, નિયત મુદતમાં ન ભરપાઈ કરનાર GHTC-I (લાઈટ હાઉસ) પ્રોજેક્ટના ૩૨૭ લાભાર્થીઓને તેમજ MIG (વિમલનગર અને ભીમનગર) સાઈટના ૧૩૦ લાભાર્થીઓને નોટીસ આપવામાં આવેલી છે. તો તેઓને નિયત હપ્તા ભરપાઈ કરવા માટે વિનંતી છે

Related posts

Leave a Comment