રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર ચકાસણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને સંતકબીર રોડ, પેડક રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૧૬ પેઢીની ચકાસણી દરમિયાન વેંચાણ થતી દૂધ, દુધની બનાવટ, ફરાળી પેટીસ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  (૧)રાધેશ્યામ ડેરી ફાર્મ (૨)શ્રીનાથજી ફરસાણ માર્ટ (૩)ન્યુ ભારત સ્વીટ માર્ટ (૪)જય જલારામ સ્વીટ & નમકીન (૫)વરિયા ફરસાણ (૬)માટેલ ફૂડ ઝોન (૭)પ્રભાત ડેરી ફાર્મ (૮)શ્રી રામ ડેરી ફાર્મ (૯)પટેલ વિજય ડેરી ફાર્મ (૧૦)શ્યામ ડેરી ફાર્મ (૧૧)શંકર વિજય ડેરી ફાર્મ (૧૨)શ્યામ સ્વીટ (૧૩)ભગીરથ ફરસાણ & સ્વીટ (૧૪)મોમાઈ ડેરી ફાર્મ (૧૫)જનતા તાવડો (૧૬)ચામુંડા ફરસાણની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.

  • નમુનાની કામગીરી :-

   ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ૨ નમૂના લેવામાં આવેલ :-

(૧) કાજુ કતરી (લુઝ): સ્થળ –રાધિકા ડેરી ફાર્મ -રેલનગર મેઈન રોડ, રામેશ્વર પાર્ક, રાધિકા કોમ્પ્લેક્સ, રાજકોટ.

(૨) ચોકલેટ પેંડા (લુઝ): સ્થળ –જય ખોડિયાર ડેરી ફાર્મ -શોપ નં. ૨૭, નંદનવન પાર્ક, સૈનિક સોસાયટી સામે, જામનગર રોડ, રાજકોટ

Related posts

Leave a Comment