ત્રણ દિવસની વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એલર્ટ

હિન્દ ન્યુઝ, સુરત

ગુજરાતરાજ્યમાં હવામાન ખાતાની ત્રણ દિવસની વરસાદની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એલર્ટ અપાઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં અને ઉકાઈ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વધારે પડવાથી અને હથનુર ડેમમાંથી આવતું પાણીના લીધે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે હથનું ડેમમાંથી અંદાજિત 2,85,000 ક્યુસેક પાણી પાણી ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે ત્યારે ઉકાઈ ડેમમાંથી 1,75,000 યુ સેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જેના લીધે તાપી નદી સુરત શહેરમાં થઈને પસાર થતી હોવાથી સુરત શહેરના કતારગામ થી રાંદેર જતા આવતો વિરકામ કોઝવે ઓવર ફ્લો થઈ ગયો છે કોઝવેની રૂલ લેવલ સપાટી 6 મીટર છે ત્યારે સાડા દસ મીટર ઉપર પાણી વહી રહ્યું છે હાલમાં તો કોઈ ગભરાવાના સમાચાર નથી પરંતુ તંત્ર તરફથી પૂરી તકેદારી રાખવામાં આવી છે સુરત શહેરના તાપી નદી કિનારે આવેલા વિસ્તારોના શહેરીજનો તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા ઉમટી પડ્યા છે હાલ તો નદીનું રુદ્ર સ્વરૂપ જોઈને લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો છે

રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત

Related posts

Leave a Comment