ગીર સોમનાથ જિલ્લામાં તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત તા.૧૩ ઓગસ્ટના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા અદાલત ગીર સોમનાથ તેમજ તાબા હેઠળની તમામ કોર્ટોમાં તા. ૧૩/૦૮/૨૦૨૨ ના રોજ નેશનલ લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું છે.
    જેમા નેશનલ લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત તકરારો સિવાયના અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન, નેગોસિયેબલ ઈન્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમેલી કેસો, મહેસૂલના કેસો, ભરણ પોષણના કેસો, એલ.આર.સી., હિન્દુ લગ્ન ધારો, મુસ્લિમ લગ્નધારો, ભાડાના કેસો, બેન્કને લગતા કેસો, વિજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકી શકાશે. જે પક્ષકારો કેસો મુકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ડિસ્ટ્રીકટ કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવો એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર સોમનાથના અધ્યક્ષ પી.જી.ગોકાણી તથા સેક્રેટરી કે.જી.પટેલની યાદીમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment