બોટાદમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના નિમણુક ઓર્ડર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા સેવા સદનમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના નિમણુક ઓર્ડર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માનનીય જિલ્લા પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને અને માનનીય કલેક્ટર-બોટાદની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જિલ્લા કલેક્ટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિ ચેરમેન, માનનીય નિવાસી અધિક કલેકટર, માનનીય નાયબ કલેકટર, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર, બાળ વિકાસ યોજના અધિકારી ઘટક-2 અને આઈસીડીએસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. પદાધિકારીઓ અને અધિકારીઓના વરદ હસ્તે કુલ 20 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ઓર્ડર એનાયત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment