શ્રીમતી કે એ પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ચાણસ્મા ખાતે ભારતમાતા પૂજન તથા તેજસ્વી વિદ્યાર્થીનીઓને એવોર્ડ સન્માન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પાટણ          આપણા દેશમાં આઝાદી પ્રાપ્તિના 75 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહ્યી છે તેના ભાગરૂપે પહેલી ઓગસ્ટના રોજ ભારત માતા પૂજન નો કાર્યક્રમ શારદાબા સંસ્કાર ભવન, ચાણસ્મા ખાતે યોજાયો હતો આ પ્રસંગે ચાણસ્મા નગરના ગાંધીવાદી શ્રેષ્ટી શ્રી નાથાભાઈ જે સથવારા તથા ચાણસ્મા કેળવણી મંડળના મંત્રીઓ બચુભાઈ એચ પટેલ, કુમારી શોભનાબેન બી પટેલ તથા શ્રેષ્ઠ એવોર્ડ ના દાતા શાહ ચંદ્રાવતીબેન મહાસુખલાલ ત્રિકમલાલ પરિવારના ચેતનભાઇ શાહ હાજર રહ્યા હતા. મહેમાન ઓ દ્વારા ભારત માતાના ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું…

Read More

રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપી રાધનપુર તાલુકા માં ફરજ બજાવતા 25 તલાટી કમ મંત્રી હડતાલ ઉપર પોતાની પડતર માંગણીઓ ને લઈને હડતાલ ઊપર ઉતર્યા, તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે મામલતદાર રાધનપુર નાયબ કલેકટર રાધનપુર અને તાલુકા વિકાસ અધિકારી ને તલાટી કમ મંત્રી ઓ એ આવેદનપત્ર આપી પોતાની માગણીઓ રજુ કરી હતી. તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નનું નિરાકરણ લાવવા તલાટીઓ એકઠા થયા તેમજ તલાટીઓ ના પ્રશ્નનું નિરાકરણ નહિ આવતા ફરી તલાટીઓ હડતાલ પર ઉતર્યા હતા. રિપોર્ટર: અનિલ રામાનુજ, રાધનપુર

Read More

જુલાઈ ૨૦૨૨ના માસમાં ૩૧૨૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, રાજકોટ         જુલાઈ ૨૦૨૨ના માસમાં ૩૧૨૪ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૮ સ્કુલના ૮૫૬ બાળકોએ પણ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.         વિશેષમાં એપ્રિલ ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૧૨,૬૪૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત જુલાઈ ૨૦૨૨ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ક્રમ નામ સંખ્યા ૧ શ્રી સિંગીરેડ્ડી નિરંજનરેડ્ડી, મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર તેલંગણા ૧૮ ૨ સાઉથ ઈન્ડિયન વિઝિટર ૩૦ ૩ અમેરીકા ૫ ૪…

Read More

દબાણ હટાવ શાખાની તારીખ ૨૫/૦૭/૨૦૨૨ થી તારીખ: ૩૧/૦૭/૨૦૨૨ દરમ્યાનની કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૨૫/૦૭/૨૦૨૨ થી ૩૧/૦૭/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૧૫ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, વૈશાલીનગર, મવડી મેઈન રોડ, લક્ષ્મીનગર PGVCL ઑફીસ પાસે, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક,ગાયત્રીનગર, આંનદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, કૃષ્ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્ય ૧૬૫ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત…

Read More

ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક , પી.એ.ઝાલા ની અધ્યક્ષતામાં ” ઇ એફ.આઇ.આર ” સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગોંડલ         સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અંતર્ગત “ ઇ – એફ.આઇ.આર ” (eFIR ) સેવાની પ્રચાર – પ્રસાર અને પ્રસિધ્ધી માટે જસદણ પોલીસ ટીમ દ્રારા જસદણ સ્થિત મોડેલ સ્કુલ ખાતે સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું . ગઇ તારીખ ૨૩/૦૭/૨૦૨૨ , શનિવાર ના રોજ ગાંધીનગર ખાતે ભારતના માનનીય ગૃહમંત્રી અમિતશાહ ના વરદ હસ્તે તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી ના પ્રેરક ઉપસ્થિતીમાં સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ અંતર્ગત ઇ એફ.આઇ.આર (eFIR ) સેવાનો શુભારંભ કરેલ કરવામાં આવેલ છે ઇ – એફ.આઇ.આર (eFIR…

Read More

હારીજ ની લોહાણા સમાજની વાડી ખાતે ગુરુ વંદના કાર્યં ક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, હારીજ            હારીજ લોહાણા સમાજની વાડી ખાતે 1989 અને 1991માં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા 31 વર્ષે ગુરુ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ શિક્ષકો આચાર્ય એટલે કે ગુરુજન નું 125 વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત કરી આર્શીવાદ લેવામાં આવ્યા અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ગુરૂજનો નું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ભોજન સમારંભ કરી હારીજ કે.પી હાઇસ્કુલ ખાતે સરસ્વતી માતાજી ની પૂજા કરવામાં આવશે અને જૂનું ફ્રેન્ડ સર્કલ આજે ૩૧ વર્ષ મળતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો કોઈ…

Read More

વારાહી ગૌ શાળા નો નિર્ણય, હાલ નવા પશુઓ નહિ સ્વીકારે, લંપી નું સંક્રમણ ના ફેલાઇ તે હેતુથી લેવાયો નિર્ણય

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે ગૌધન સ્વીકારવાની મનાઈ કરવામાં આવી. અત્યારે લંમ્પી વાયરસે જિલ્લામાં હાહાકાર મચાવ્યો છે જ્યારે સાંતલપુર તાલુકામાં લંપી વાયરસના ૮૦ કેસથી પણ વધારે કેસ સાતલપુર તાલુકામાં નોંધાયા છે તો તમામ પશુપાલકોને નમ્ર અપીલ કરવામાં આવી છે. વારાહી ખાતે આવેલ ભીડ ભજન હનુમાનજી ગૌશાળામાં લંપી વાયરસને કારણે હાલના સમયમાં પશુઓ લેવામાં આવતા નથી તો રાધનપુર સાંતલપુર તાલુકાના તમામ લોકોને વારાહી ગૌશાળા ખાતે પશુ મૂકવા આવવા નહીં તેમજ વરસાદની સિઝન અને જગ્યા નો અભાવ હોવાથી અને લંપી જેવા વાયરસ…

Read More

સોમવારના વ્રત રહેનારી કુંવારિકાઓને ફરાળ વિતરણ કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા          પાવનધરા ગામ‌ દેવકાપડીની ભૂમિ પર બિરાજમાન દૂધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગામલોકો અને ભાવિક ભક્તો દ્વારા શિવપૂજન માટે અનુષ્ઠાન કરવામાં આવે છે. દર વર્ષે સોળ સોમવારના વ્રત કરનારી દીકરીઓ માટે સોળ સોમવારના વ્રતની વાર્તા સાંભળવાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગામના શાસ્ત્રી નિતીનભાઈ દવેજી દ્વારા વાર્તાપઠનનું આયોજન રાખવામાં આવ્યું છે. ગામમાંથી વ્રત રાખી વાર્તા સાંભળવા આવનાર તમામ દીકરીઓ તથા તમામ દર્શનાર્થીઓને દર વર્ષે હીંગળાજ કટલરી સ્ટોર્સ, દેવકાપડીવાળા જગદીશભાઈ મગનદાસ સાધુ તરફથી ફરાળનો નાસ્તો આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ…

Read More

કડાણા તાલુકા વાગડ વાળા જીંજવા પ્રા. શાળામાં આઝાદી નો અમ્રુત મહોત્સવ ઉજવવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, મહિસાગર ભારત સરકાર ના નિયમોનુસાર આઝાદી ના ૭૫ વર્ષ પુરા થયા તે બદલ આઝાદી નો અમ્રુત મહોત્સવ વાગડ વાળા જીંજવા પ્રા શાળા માં ઉજવવામાં આવ્યો હતો જેમાં ગામના બી એસ એફ ના રિટાયર્ડ જવાન રમણભાઈ ખાંટ નુ ફુલ છડી થી સન્માન શાળા ના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ ધો ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા ની આરતી કરવામાં આવી હતી અને રાષ્ટ્ર ગીત તેમજ ભારતીય પ્રતીજ્ઞા બોલી આઝાદી ના નારા સાથે મહોત્સવ ની આભાર વિધિ કરવ૨માં આવી હતી. રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર

Read More

નેઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધન રસીકરણ કરાયું

‘હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સક ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી. આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તા હિતેશગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે ૫૦૦થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને…

Read More